Rajkot,તા.23
વાસાવડ નજીક કારે બાઈકને હડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં બાબરા તાલુકાના દેવળીયા ગામના ખેડૂતનું મોત નીપજતા પટેલ પરિવારમાં શોકનું મોજુ ફેલાયું છે. વધુ વિગત મુજબ બાબરા તાલુકાના મોટા દેવડીયા ગામે રહેતા રામજીભાઈ જીવરાજભાઈ હિરપરા નામના ખેડૂત પોતાના મિત્ર ગૌરાંગભાઈ સાથે જીજે 14 ક્યુ 8500 નંબરનું બાઈક લઈને વાસાવડ નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે સામેથી આવતી gj 3 jc3005 નંબરની કારે બાઇકને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર રીતે ધવાયેલા રામજીભાઈ જીવરાજભાઈ હિરપરા અને તેના મિત્ર ગૌરાંગ મનસુખભાઈ રાછડીયા ને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં રામજીભાઈ હિરપરા ને મૃત જાહેર કર્યા હતા. આબનાવ ની જાણ સુલતાનપુર પોલીસ મથકના સ્ટાફને થતા વાસાવડ ઓપી ના હેડ કોન્સ્ટેબલ કે.ડી.ચૌહાણ એ મૃતક રામજીભાઈ હિરપરા ના ભાઈ ભરતભાઈ હિરપરા ની ફરિયાદ પરથી કારચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ એ.બી.દવેરા સહિતના સ્ટાફ ચલાવી રહી છે