Amreli, તા. 30
અમરેલીનાં પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણીની હાલ મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચારમાં હોય, તેઓને નાશીકમાં ચૂંટણી પ્રચાર દરમિયાન જ હૃદયરોગનો હુમલો આવી જતા અને તબિયત લથડતા તેઓને તાત્કાલિક નાસીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ હતા. તેઓને એન્જીયોપ્લાસ્ટ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.
હાલ તેઓની તબિયત સ્થિર હોવાનું તથા આગામી એક દિવસ બાદ તેઓને હોસ્પીટલમાંથી રજા મળી જશે. અને ત્યાર બાદ તેઓ ફરી મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણીના પ્રચાર કાર્યમાં જોડાય જશે. તેમ જાણવા મળેલ છે. અમરેલીનાં પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણીની તબીયત નાતંદુરસ્ત થયા અંગેની જાણ અમરેલીમાં થતાં તેમના મિત્ર, પરિવાર તથા કોંગી કાર્યકરોમાં ચિંતાની લાગણી જોવા મળી હતી. પરંતુ તેમની તબીયત સારી હોવાથી સૌ કોઈએ રાહતનો દમ લીધો હતો. તેમના ભાઇ શરદ ધાનાણી સાથી મિત્રો સાથે નાશીક પહોંચી ગયા છે.