Botad,તા.19
વિવેકાનંદ શૈક્ષણિક સંકુલના વિદ્યાર્થીઓની હિંગોળગઢ અભ્યારણમાં ખાતે પ્રાકૃતિક શિક્ષણ શિબિર યોજાઈ. ગીર ફાઉન્ડેશન દ્વારા બોટાદ ની વિવેકાનંદ શૈક્ષણિક સંકુલ માં વિદ્યાર્થીઓ દ્વારા હિંગોળગઢ માં એક દિવસીય પ્રાકૃતિક શિક્ષણ શિબિર નું આયોજન કરવામાં આવેલ.જેમાં વિદ્યાર્થીઓને હિંગોળગઢ અભ્યારણમાં માહિતી કેન્દ્રની મુલાકાત,સાપ અંગેની જાણકારી, કેક્ટ્સ ગાર્ડનની મુલાકાત,ફિલ્મ શો, આકાશ દર્શન, પક્ષી દર્શન અને વન ભ્રમણ સાથે જંગલ વિહાર ની સુંદર માહિતી આપવામાં આવેલ. સાથે સાથે વિદ્યાર્થીઓને શ્રમદાન અને સમય દાન તેમજ નીંદામણ કરવું , નર્સરી બનાવવી, વૃક્ષોને ચૂનો લગાવવો જેવી કામગીરી ઓનું મહત્વ સમજાવવા સફાઈ કામગીરી પણ જોડાયા હતા.