Somnath,તા.25
પ્રવિત્ર શ્રાવણ માસમાં સોમનાથ મંદિર દર્શન માટે લોકોની કતારો લાગી હતી સોમનાથ મહાદેવના દર્શને લોકો પગ પાળા ચાલીને તેમજ અન્ય વાહનો મારફતે મોટી સંખ્યામાં પધારેલ હતાં.મંદિર ખુલતાની સાથે દર્શન માટે લાંબી કતારો લાગી હતી સોમનાથ મહાદેવને વહેલી સવારે પુષ્પો અને બિલ્લી પત્રનો શ્રૃંગાર કરવામાં આવેલ અને ભગવાન મહાદેવના આ અલોકિક દર્શનનો લાભ લઇ લોકો ધન્ય થયા હતાં.