Mumbai,તા.23
‘12વિં ફેલ’માં ઝળક્યા પછી વિક્રાંત મેસી હવે વિખ્યાત આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરનું પાત્ર ભજવતો જોવા મળશે એવી ચર્ચા છે.
આ એક ઇન્ટરનેશનલ થ્રિલર ફિલ્મ છે જેમાં શ્રી શ્રી રવિશંકરના જીવનના એક કિસ્સા પર પ્રકાશ પાડવામાં આવશે.
શ્રી શ્રી રવિશંકરે કઈ રીતે અહિંસક માર્ગ દ્વારા કોલમ્બિયાના બાવન વર્ષના ગૃહયુદ્ધનો ઉકેલ લાવવામાં મદદ કરી એના પર આ ફિલ્મ આધારિત છે.