Dwarka, તા. 30
યાત્રાધામ દ્વારકા છેલ્લા દાયકામાં ટુરીઝમના વિકાસ બાદ હિન્દુ ધર્મના પ્રથમ હરોળના યાત્રાધામની સાથે સાથે દરીયાઈ વિસ્તાર હોય વિશાળ અરબી સમુદ્રના કુદરતી સૌંદર્ય સમા આહલાદક વાતાવરણની મોજ લેવા સહેલાણીઓ માટે પણ હરવા ફરવાના સ્થળ તરીકે મહત્વનું ટુરીસ્ટ પોઈન્ટ બની રહ્યું છે. આથી દર વર્ષની જેમ આ વખતે પણ ક્રિસમસના તહેવારોથી શરૂ થયેલાં મીની વેકેશન સમા સમયગાળામાં યાત્રાળુઓની સાથે સાથે સહેલાણીઓનો પ્રવાહ પણ દ્વારકા તરફ ફંટાયો છે.
છેલ્લાં એક સપ્તાહથી અહીં યાત્રાળુઓનો અભૂતપૂર્વ ઘસારો જોવા મળી રહયો છે. અહીંના પ્રમુખ આકર્ષણ સમા દ્વારકાધીશ જગતમંદિર તેમજ મંદિર પરિસર આસપાસના વિસ્તારોમાં સવિશેષ ટ્રાફીક જોવા મળી રહ્યો છે. યાત્રાળુઓના અભૂતપૂર્વ ઘસારાને પહોંચી વળવા વ્યવસ્થા તંત્ર દ્વારા જરૂરી સુવિધાઓ ઉભી કરવામાં આવી હતી.
યાત્રાધામ દ્વારકાએ છેલ્લા દાયકામાં ટુરીઝમના વિકાસ બાદ હિન્દુ ધર્મના પ્રમુખ યાત્રાધામની સાથે સાથે દરીયાઈ વિસ્તાર હોય. વિશાળ અરબી સમુદ્રના કુદરતી સૌંદર્ય સમા આહલાદક વાતાવરણની મોજ લેવા સહેલાણીઓ માટે પણ હરવા ફરવાના સ્થળ તરીકે મહત્વનું ટુરીસ્ટ પોઈન્ટ બની રહ્યું છે.
જેથી પ્રત્યેક વર્ષની જેમ આ વર્ષે પણ હાલ ક્રિસમસના તહેવારોથી શરૂ થયેલા મીની વેકેશનના આ સમયગાળામાં યાત્રાળુઓની સાથે સાથે સહેલાણીઓનો પ્રવાહ પણ દ્વારકા તરફ ફંટાયો છે અને છેલ્લાં એક સપ્તાહથી અહીં યાત્રાળુઓનો અભૂતપૂર્વ ઘસારો જોવા મળી રહ્યો છે. ગત એક સપ્તાહમાં જ અંદાજિત સાડા છ લાખથી વધુ ભક્તોએ દ્વારકાધીશ જગત મંદિરના દર્શન કરી, ધન્યતાનો અનુભવ કર્યો હતો.
અહીંના મહત્વના આકર્ષણ સમાન દ્વારકાધીશ મંદિર તેમજ મંદિર પરિસર આસપાસના વિસ્તારોમાં નોંધપાત્ર ટ્રાફીક જોવા મળી રહ્યો છે. યાત્રાળુઓના અભૂતપૂર્વ ઘસારાને પહોંચી વળવા વ્યવસ્થા તંત્ર દ્વારા વિશેષ સુવિધાઓ ઊભી કરવામાં આવી હતી.
હાઉસકુલ
દ્વારકાના ખાસ આકર્ષણ સમાન સ્થળોમાં જગતમંદિરના દર્શન બાદ યાત્રાળુઓએ સુદામા સેતુ, ભડકેશ્વર બીચ, દ્વારકા દર્શનના વિવિધ સ્થળો પૈકીના નાગેશ્વર જ્યોતિર્લિંગ, ગોપી તળાવ, બેટ દ્વારકાધીશ મંદિર, હનુમાન દાંડી મંદિર, રૂકિમણીજી મંદિર સહિતના પ્રમુખ આકર્ષણ સમા ધાર્મિક સ્થળો તેમજ કુદરતી સૌંદર્ય ધરાવતા સ્થળોની પણ મુલાકાત લઈ રહ્યા છે. અહીં ટુરીસ્ટ એટ્રેકશન પોઈન્ટસ ઉભા થયા હોય, લોકો નાતાલ વેકેશનમાં દ્વારકાને પહેલી પસંદ બનાવી રહ્યા છે.
વળી ધાર્મિક આયોજનો પણ આ સમયગાળામાં યોજાઈ રહ્યા હોવાથી ત્યારે છેલ્લાં દસ દિવસથી અહીં ચિક્કાર ગીર્દી ધરાવતી શરૂ થયેલી આ સીઝન આગામી 10 મી જાન્યુઆરી સુધી રહે તેવી સંભાવના છે. નાતાલના ટ્રાફીકના લીધે દ્વારકાના હોટલ ઉદ્યોગ, હોમ સ્ટે સહિત અન્ય ટુરીઝમ બેઈઝડ બજારોમાં પણ તેજી જોવા મળી રહી છે.
વાહનોની લાંબી કતારો
આ સાથે જ દ્વારકા જગતમંદિર પાસે આવેલા રીલાયન્સ રોડ, ગોમતી ઘાટ, હોમ ગાર્ડઝ ચોક, સનસેટ પોઈન્ટ સહિતના પાર્કીંગ સ્થળોએ યાત્રાળુઓ તથા સહેલાણીઓના વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. તો લોકો ફોર વ્હીલર્સની સાથે સાથે બસ, ટેમ્પો વિગેરે વાહનોમાં પરિવાર તેમજ મિત્રો અને ગ્રુપમાં તહેવારોની સાથે સાથે ટુરીસ્ટ પોઈન્ટની મજા માણી રહયા છે.
સઘન બંદોબસ્ત
છેલ્લા એક સપ્તાહ એટલે કે 21 ડિસેમ્બરથી 28 ડિસેમ્બર સુધી અંદાજિત સાડા છ લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા છે અને 10 જાન્યુઆરી સુધી આ ભીડ અવિરત રહે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. તેથી પોલીસ દ્વારા આવતા યાત્રિકોને તકલીફ ન પડે અને સુવિચારો રૂપે દર્શન કરી શકે તેવા ભાવ સાથે સઘન બંદોબસ્ત રાખવામાં આવેલ છે. કોઈ વ્યક્તિ કેફી પીણું પીધેલ ન હોય તે માટે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. રાઉન્ડ ધ ક્લોક પોલીસ ટીમ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવેલ છે. તથા મંદિરની અંદર ભક્તોને ભીડમાં તકલીફ ન પડે તે માટે સુંદર આયોજન કરવામાં આવ્યું છે. બેરીકેટિંગ તથા પોલીસ જવાનો દ્વારકા તથા અન્ય જગ્યાએથી પોલીસ જવાનો મેળવી બંદોબસ્ત રાખવામાં આવ્યા છે.
જગત મંદિરની અંદર સાદા વસ્ત્રોમાં પોલીસ ટીમ તૈનાત કરવામાં આવી છે. પોલીસની સી-ટીમ દ્વારા દિવ્યાંગ લોકોને દર્શન કરવામાં તકલીફ ન પડે તે માટે પણ સુચારૂ આયોજન કરવામાં આવ્યું છે.