Johannesburg,તા.18
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને 2007 ટી-20 વર્લ્ડ કપ વિજેતા સભ્ય રોબિન ઉથપ્પા 9 જાન્યુઆરીથી શરૂ થતી બેતવે એસએ 20 લીગની ત્રીજી સિઝનમાં કોમેન્ટ્રી કરશે.
9 જાન્યુઆરીથી 8 ફેબ્રુઆરી સુધી ચાલનારી આ ટી-20 લીગનું ભારતમાં વાયાકોમ 18 ચેનલો અને ડિજિટલ પ્લેટફોર્મ સ્પોર્ટ્સ 18 અને જિયો સિનેમા પર જીવંત પ્રસારણ કરવામાં આવશે.
આયોજકોના જણાવ્યાં અનુસાર, ઉથપ્પાની સાથે કોમેન્ટ્રી ટીમમાં મહાન બેટ્સમેન કેવિન પીટરસન, શોન પોલોક, સ્ટુઅર્ટ બ્રોડ અને ક્રિસ મોરિસ પણ સામેલ હશે. આ સિવાય આક્રમક બેટ્સમેન એબી ડી વિલિયર્સ અને પ્રખ્યાત ક્રિકેટ કોમેન્ટેટર એમ મ્બાંગવા પણ કોમેન્ટ્રી ટીમનો ભાગ હશે.