Devbhoomi Dwarka,તા.27
દેવભૂમિ દ્વારકા જિલ્લાના સુરજકરાડી ના ઉદ્યોગ નગર વિસ્તારમાં મકાનમાં દરોડા પાડી રૂપિયા 15,778 ની કિંમત 23 બોટલ દારૂ સાથે એક શખ્સની ધરપકડ કરી મોબાઈલ અને દારૂ મળી રૂપિયા 17778 નું મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે. વધુ વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં થર્ટી ફર્સ્ટ પૂર્વે દારૂબંધીનો અમલ કરવા એસપી નિતેશ પાંડે એ આપેલી સૂચનાને મીઠાપુર પોલીસ મથકના પીઆઈ ટી સી પટેલ સહિતના સ્ટાફે પેટ્રોલિંગ હાથ ધર્યુ હતું ત્યારે સુરજકરાડીના ઉદ્યોગ નગર વિસ્તારમાં રહેતા પ્રદીપ ભગવાનજી રાઠોડ નામનો શખ્સ વિદેશી દારૂનો વેચાણ કરતો હોવાની મળેલી બાતમીના આધારે પીએસઆઇ ડીએન વાજા , હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ જાડેજા અને જયપાલસિંહ જાડેજા સહિતના સ્ટાફે દરોડો પાડી મકાનમાંથી 15778ની કિંમતની 23 બોટલ વિદેશી દારૂ સાથે પ્રદીપ રાઠોડની ધરપકડ કરી મોબાઈલ અને દારૂ મળે રૂપિયા 17778નો મુદ્દામાલ કબજે કરી ધોરણ સર ની કાર્યવાહી હાથ ધરી છે.