Jaisalmer,તા.21
રાજસ્થાનના ઐતિહાસિક શહેર જેસલમેરમાં ચાલી રહેલી જીએસટી કાઉન્સીલની બેઠકમાં અનેક ઉત્પાદનો લેવાના ટેક્ષ સ્લેબમાં બદલાવ કરાયા છે. જેમાં સેકન્ડહેન્ડ યુઝડ કાર જેમાં ઈલેકટ્રીક વ્હીકલનો પણ સમાવેશ થાય છે તેના પરના જીએસટી દર 12% થી વધારી 18 ટકા કર્યા છે.
આમ લોકોના નાસ્તા જેવા પોપકોર્ન પણ મોંઘા બનશે. જીએસટી કાઉન્સીલની બેઠકમાં રેડી-ટુ-ઈટ પણ પેક નહી કરાયેલા પોપકોર્ન પર 5% જીએસટી અને પેકડ પોપકોર્ન પર 12% તથા ફલેવર પોપકોર્ન પર 18% જીએસટી લાગશે.
આમ હવે પોપકોર્નની મજા પણ મોંઘી બનશે. આ ઉપરાંત કાઉન્સીલની બેઠકમાં એસસી-બ્લોક (સિમેન્ટના) જયાં 50%થી વધુ ફલાય એશનો ઉપયોગ થયો હોય (કોડ નં.6815) પર 18%ના બદલે 12% જીએસટી લાગશે. જો કે કાઉન્સીલે જીવન વિમા- આરોગ્ય વિમા પ્રિમીયમ પર જીએસટી ઘટાડવા અંગેનો નિર્ણય ફરી એક વખત મુલત્વી રખાયો છે.
55મી જીએસટી કાઉન્સીલની બેઠક નાણામંત્રી નિર્મલા સીતારામનના અધ્યક્ષપદ હેઠળ મળી હતી અને હવે આગામી માસમાં ફરી કાઉન્સીલની બેઠક મળશે. આમ હવે આરોગ્ય-જીવન વિમા પ્રીમીયમ મોંઘા યથાવત રહેશે.
જો કે ખાંડ-ચડાવેલા પોપકોર્ન જે કારાતેલ તરીકે ઓળખાય છે તેના પર 18% જીએસટી લાગે છે. આમ હવે જીવનવિમા પ્રીમીયમ સસ્તા થવા માટે જાન્યુઆરી સુધી રાહ જોવી પડશે.