Dhoraji તા.23
સૌરાષ્ટ્રના ખેડૂતોને પાક નુકશાની માટે વળતર ચૂકવવાની રજુઆત ધારાસભ્ય જયેશભાઈ રાદડીયાએ રાજયના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલને આવેદનપત્ર આપી કરી હતી.
ધારાસભ્ય જયેશભાઈ રાદડીયાએ આ અંગે જણાવેલ હતું કે કમોસમી વરસાદને કારણે સમગ્ર સૌરાષ્ટ્રના ખેડુતોને વાવણીથી લણણી સુધી જતન કરીને ઉગાડેલ પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયેલ છે.
જેમાં મગફળી, કપાસ, સોયાબીન, તુવેર, તલ, મરચી જેવા અનેક પાકો સંપૂર્ણપણે નાશ થઈ ચૂકયા છે. જેથી ધારાસભ્ય જયેશભાઈ રાદડીયાએ તાત્કાલીક ખાસ સહાય પેકેજ જાહેર કરી વળતર ચૂકવવા માટે કેબીનેટ મંત્રી રાઘવજી પટેલને રજુઆત કરી હતી.