Junagadh,તા.8
ગુજરાત-સૌરાષ્ટ્રમાં આપ આદમી પાર્ટીને વધુ ફટકો લાગ્યો છે. જૂનાગઢ જિલ્લાના માણાવદર પંથકનાં આપ અગ્રણી કરશનબાપુ ભાદરકાએ એકાએક તમામ હોદા ઉપરથી રાજીનામુ આપતા આપની મુશ્કેલીમાં વધારો થયો છે.
ગુજરાતમાં આમ આદમી પાર્ટી આ પહેલા ઉમેશ મકવાણાએ પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામુ આપ્યું હતું તે વખતે પણ રાજકારણ ગરમાયુ છે. અને હવે ફરી એક વખત આમ આદમી પાર્ટીમાં ભંગાણ પડ્યું છે.
જેમાં આમ આદમી પાર્ટીના જાણીતા નેતા કરશનદાસ ભાદરકાએ પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામુ આપ્યું છે. ઈસુદાન ગઢવીને રાજીનામુ સોંપ્યું છે. અને તેમની ખરાબ તબિયતના કારણે ડોક્ટરની સલાહ મુજબ આરામ કરવાની સલાહ આપી છે જેના કારણે તેમણે રાજીનામુ આપ્યું હોવાની વાત કરી છે.