૧,૦૯૦ પોલીસ, ફાયર, હોમગાર્ડ, નાગરિક સંરક્ષણ અને સુધાર સેવા કર્મચારીઓને શૌર્ય અને સેવા ચંદ્રકો આપવાની જાહેરાત
Gandhinagar, તા.૧૪
રાષ્ટ્રપતિ દ્વારા પોલીસ, ફાયર વિભાગ, હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સ અને સુધારાત્મક સેવાઓના કુલ ૧૦૯૦ કર્મીઓને ૧૫મી ઓગસ્ટે સ્વાતંત્ર્ય દિન નિમિત્તે વીરતા તેમજ સેવા મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે. ૨૩૩ કર્મીઓને વીરતા પુરસ્કાર (Medal for Gallantry (GM),૯૯ કર્મીઓને વિશેષ સેવા માટે (personnel awarded President’s Medal for Distinguished Service (PSM)તેમજ ૭૫૮ કર્મીઓને પ્રશંસનીય સેવા માટે પુરસ્કાર (MSM) આપવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના બે પોલીસ અધિકારી ACB પીયૂષ પટેલ અને IB મુકેશ સોલંકીની પ્રેસિડેન્ટ મેડલ માટે પસંદગી કરવામાં આવી છે.
સ્વતંત્રતા દિવસના એક દિવસ અગાઉ રાષ્ટ્રપતિ ચંદ્રકની જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાતના ૨૧ પોલીસ અધિકારીઓને રાષ્ટ્રપતિ ચંદ્રક મળ્યો હતો. પિયૂષ પટેલ, મુકેશ સોલંકી, શરદ સિંઘલ, રાકેશ બારોટ, બાબુભાઈ દેસાઈ, મહાવીરસિંહ વાઘેલા, ભૂપેંદ્રકુમાર દવે, કમલેશ પાટીલ, મિલિંદ સૂરવે, કોંસ્ટેબલ રમેશ કુમાર ત્રિપાઠીને રાષ્ટ્રપતિ ચંદ્રક મળ્યો હતો.
વિશેષ સેવા માટે (personnel awarded President’s Medal for Distinguished Service (PSM) આ પુરસ્કાર આપવામાં આવે છે. તેમજ પ્રશંસનીય સેવા માટે, સંસાધન અને કર્તવ્ય પ્રતિ સમર્પણ યુક્ત બહુમૂલ્ય સેવા માટે (Medal for Meriorious Service (MSM) પુરસ્કાર આપવામાં આવે છે. 99 PSMએવોર્ડમાંથી ૮૯ પોલીસ સેવા, ૫ ફાયર વિભાગ, ૩ સિવિલ સર્વિસ તેમજ હોમગાર્ડઅને ૨ સુધારાત્મક સેવાના કર્મીઓને આપવામાં આવ્યા છે. પ્રશંસનીય સેવા માટે ૭૫૮ MSM પુરસ્કારમાંથી ૬૩૫ પોલીસકર્મી, ૫૧ ફાયર વિભાગના કર્મચારી, ૪૧ સિવિલ સર્વિસ અને હોમગાર્ડ અને ૩૧ સુધારાત્મક સેવાને આપવામાં આવ્યા છે.સ્વતંત્રતા દિવસ અગાઉ રાષ્ટ્રપતિ ચંદ્રકની જાહેરાત, રાજ્યના ૨૧ અધિકારીઓને મળ્યો એવોર્ડ
સ્વતંત્રતા દિવસ ૨૦૨૫ના એક દિવસ અગાઉ દેશના વીરો અને કર્મચારીઓ જેમણે સેવામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે તેમનું સન્માન કરવામાં આવશે. ગૃહ મંત્રાલયે ૧,૦૯૦ પોલીસ, ફાયર, હોમગાર્ડ, નાગરિક સંરક્ષણ અને સુધાર સેવા કર્મચારીઓને શૌર્ય અને સેવા ચંદ્રકો આપવાની જાહેરાત કરી છે. આ સન્માન એ લોકોને મળશે જેમણે દેશની સેવામાં બહાદુરી અને સમર્પણનો પરિચય આપ્યો છે
ગૃહ મંત્રાલય અનુસાર, કુલ ૨૩૩ કર્મચારીઓને શૌર્ય ચંદ્રક એનાયત કરવામાં આવશે. તેને મેડલ ઓફ ગેલેન્ટ્રી (ય્સ્) પણ કહેવામાં આવે છે. આમાં ૨૨૬ પોલીસ, છ ફાયર અને એક હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સના કર્મચારીનો સમાવેશ થાય છે. શૌર્ય ચંદ્રક એવા લોકોને આપવામાં આવે છે જેમણે જીવન અને સંપત્તિ બચાવવા, ગુના અટકાવવા અથવા ગુનેગારોને પકડવામાં અસાધારણ હિંમત બતાવી છે. આ વર્ષના પુરસ્કાર વિજેતાઓમાં જમ્મુ અને કાશ્મીરના ૧૫૨ કર્મચારીઓ, ડાબેરી ઉગ્રવાદ પ્રભાવિત વિસ્તારોના ૫૪, ઉત્તરપૂર્વના ત્રણ અને અન્ય ક્ષેત્રોના ૨૪ કર્મચારીઓનો સમાવેશ થાય છે.
કુલ ૯૯ રાષ્ટ્રપતિ વિશિષ્ટ સેવા ચંદ્રકો આપવામાં આવશે. આ સન્માન સેવામાં વિશેષ ઉત્કૃષ્ટ રેકોર્ડ ધરાવતા કર્મચારીઓને આપવામાં આવે છે. આમાં ૮૯ પોલીસ, પાંચ ફાયર બ્રિગેડ, ત્રણ નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડ અને બે સુધારાત્મક સેવા કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ કર્મચારીઓએ પ્રામાણિકતા અને વ્યાવસાયિક શ્રેષ્ઠતા સાથે તેમની ફરજો બજાવી છે.
૭૫૮ કર્મચારીઓને પ્રશંસનીય સેવા ચંદ્રક એટલે કે મેરીટોરીયસ સર્વિસ મેડલ (સ્જીસ્) એનાયત કરવામાં આવશે. આ ચંદ્રક ફરજ પ્રત્યે સમર્પણ અને સંસાધનશીલતા માટે આપવામાં આવે છે. આમાં ૬૩૫ પોલીસ, ૫૧ ફાયર બ્રિગેડ, ૪૧ સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડ અને ૩૧ સુધારા સેવા કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ અધિકારીઓ અને કર્મચારીઓએ વર્ષોથી દેશની સુરક્ષા અને સેવામાં યોગદાન આપ્યું છે.