Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    PCBએ ૨૦૨૫-૨૬ ડોમેસ્ટિક સીઝન માટે ૧૫૭ ખેલાડીઓને કોન્ટ્રાક્ટ આપ્યા

    October 31, 2025

    Smriti Mandhana અને પલાશ મુછલ ટુંક સમયમાં લગ્ન કરશે, લગ્ન ૨૦ નવેમ્બરે થવાની શક્યતા

    October 31, 2025

    મેચ વિનિંગ ઇનિંગ્સ પછી Jemimah રોડ્રિગ્સ રડી પડી અને પોતાની રણનીતિ જાહેર કરી

    October 31, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • PCBએ ૨૦૨૫-૨૬ ડોમેસ્ટિક સીઝન માટે ૧૫૭ ખેલાડીઓને કોન્ટ્રાક્ટ આપ્યા
    • Smriti Mandhana અને પલાશ મુછલ ટુંક સમયમાં લગ્ન કરશે, લગ્ન ૨૦ નવેમ્બરે થવાની શક્યતા
    • મેચ વિનિંગ ઇનિંગ્સ પછી Jemimah રોડ્રિગ્સ રડી પડી અને પોતાની રણનીતિ જાહેર કરી
    • ભારતીય મહિલા ટીમની બેટ્‌સમેન Jemimah Rodriguesસોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી હતી
    • કરીનાથી લઈને સુનિલ શેટ્ટી સુધી, બધાએ ભારતીય ટીમને મહિલા ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચવા બદલ ઉજવણી કરી
    • Australia નું ગૌરવ તૂટી ગયું, ભારતીય મહિલા ટીમે સુવર્ણ અક્ષરોમાં પોતાનું નામ લખાવ્યું
    • ચક્રવાત મોન્થાને કારણે Allu Arjun ના ભાઈની સગાઈ મુલતવી રાખવામાં આવી
    • ACC એ Q2 અને H1 FY’26 માં નોંધપાત્ર પર્ફોર્મન્સ આપ્યું.
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, October 31
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»હવે યુપીમાં જામશે મુકાબલો: 10 બેઠકો પર મહાસંગ્રામ, Yogi and Akhilesh સામે ગઢ બચાવવાનો પડકાર
    અન્ય રાજ્યો

    હવે યુપીમાં જામશે મુકાબલો: 10 બેઠકો પર મહાસંગ્રામ, Yogi and Akhilesh સામે ગઢ બચાવવાનો પડકાર

    Vikram RavalBy Vikram RavalJuly 16, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Uttar Pradesh, તા,16

    દેશમાં સાત રાજ્યોની 13 બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામોએ લોકસભા ચૂંટણીમાં અપેક્ષિત પરિણામ ન મળતાં ચિંતિંત ભાજપની ચિંતા વધારી છે. 13માંથી માત્ર 2 બેઠક પર જ જીત હાંસલ કરનારી ભાજપ પોતાને જ દિલાસો આપી રહી છે કે, પેટાચૂંટણીમાં સત્તાધારી પક્ષનો જ દબદબો હોય છે. પરંતુ વાસ્તવમાં સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશમાં ભાજપ માટે પડકારો સતત વધી રહ્યા છે. જ્યાં તે પોતે જ સત્તા પર છે.

    આ બેઠકો પર યોજાઈ હતી પેટાચૂંટણી

    ઉત્તરપ્રદેશની ફૂલપુર, ખેર, ગાઝિયાબાદ, મઝવાં, મીરાપુર, મિલ્કીપુર, કરહલ, કટેહરી અન કુંદરકીના ધારાસભ્યો આ વખતે લોકસભા ચૂંટણી જીતી સાંસદ બન્યા હોવાથી આ ખાલી પડેલી નવ બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ હતી. સીસામઉ સપા ધારાસભ્ય ઈરફાન સોલંકી ગુનેગાર સાબિત થતાં સભ્ય પદ રદ થઈ ગયુ હોવાથી આ બેઠક પર પણ પેટાચૂંટણી થઈ હતી.

    લોકસભામાં સપાનું સારૂ પ્રદર્શન

    આ બેઠકો પર પેટાચૂંટણીની હજી જાહેરાત થઈ નથી. પરંતુ તેની તૈયારી મુખ્ય વિપક્ષ સપાએ શરૂ કરી દીધી છે. ભાજપ પણ જીત માટે રણનીતિ ઘડી રહ્યું છે. સપાએ લોકસભા ચૂંટણીમાં અપેક્ષિત પ્રદર્શન કર્યું હોવાથી તે પેટાચૂંટણી માટે આશ્વસ્ત છે. પરંતુ શ્રેષ્ઠ પ્રદર્શન જાળવી રાખવુ પડકાર પણ બની શકે છે.

    ભાજપના રણનીતિકારો ચિંતામાં

    ભાજપ પાસે લોકસભામાં બનેલી ધારણા તોડી આ પેટાચૂંટણીના માધ્યમથી કાર્યકરોના જુસ્સામાં વધારો કરવાની તક છે. જો કે, આ બેઠકોના સમીકરણ ભાજપના રણનીતિકારો માટે ચિંતાનો વિષય બન્યા છે. જેમાં સપાની બેઠક પર જે પાંચ બેઠકો ખાલી થઈ છે, તેમાં સપાનો જ દબદબો રહેવાની શક્યતા છે. મેનપુરીની કરહલ બેઠકમાંથી સપાના વડા અખિલેશ યાદવ ધારાસભ્ય હતા. આ બેઠક સપાનો ગઢ ગણાય છે. મુરાદાબાદની કુંદરકી બેઠક પરથી જિયાઉરહમાન બર્ક ધારાસભ્ય હતા. હવે તે સાંસદ બનતાં મુસ્લિમ બહુમત ગણાતી બેઠક પરથી સપાનો કબજો દૂર કરવો મુશ્કેલ છે.

    સપા માટે અહીં મુશ્કેલી

    1991માં જ આંબેડકર નગરની કથેરી બેઠક પરથી ભાજપ જીતી હતી. અહીં બસપા પાંચ વખત અને સપા બે વખત જીતી છે. વિસ્તારના મજબૂત નેતા અને બે વખત જીતેલા લાલજી વર્મા હવે સપાની ટિકિટ પર લોકસભા ચૂંટણી જીત્યા છે. ભાજપને અહીં પોતાના પ્રભાવનો ફાયદો ઉઠાવવા માટે ઘણો પરસેવો પાડવો પડશે. તમામની નજર ફૈઝાબાદ લોકસભા બેઠક હેઠળની મિલ્કીપુર વિધાનસભા બેઠક પર રહેશે.

    ભાજપે અહીં પોતાની તાકાત બતાવવાની જરૂર

    અયોધ્યાની ધરતી પર ભાજપને હરાવનાર અવધેશ પ્રસાદની આ બેઠક પર ભાજપે પોતાની તાકાત બતાવવી પડશે. જ્યારે કાનપુરની સીસામા બેઠકની વાત કરીએ તો સપાના ઈરફાન સોલંકી અહીં ત્રણ વખત ધારાસભ્ય હતા. 2017ની સરખામણીમાં 2022માં સપાના વિજય માર્જિનમાં પણ વધારો થયો હતો. આ બેઠક પર પણ સૌથી વધુ મુસ્લિમ વસ્તી છે.

    પાંચ બેઠકો બચાવવાનો પડકાર

    ભાજપને અહીં વધારાની બેઠકો મળવાની શક્યતા અત્યારે મર્યાદિત જણાઈ રહી છે, પરંતુ તેની સામે તેના ગઢની પાંચ બેઠકો બચાવવાનો પડકાર ચોક્કસપણે છે. તેમાં પ્રયાગરાજની ફુલપુર, અલીગઢની ખેર અને ગાઝિયાબાદ બેઠકો પર ભાજપ માટે લડાઈ થોડી સરળ રહેશે. પરંતુ મુઝફ્ફરનગરની મીરાપુર બેઠક એટલી સરળ નથી.

    ભાજપ અને નિષાદ પક્ષનું સમીકરણ

    ગત વખતે આ બેઠક પરથી આરએલડીના ચંદન ચૌહાણ જીત્યા હતા, ત્યારે આરએલડી-એસપીનું ગઠબંધન હતું. આ બેઠક પર સપાનો પણ સારો દબદબો રહ્યો છે. ભાજપે લોકસભા ચૂંટણીમાં મુઝફ્ફરનગર બેઠક પણ ગુમાવી છે. આવી સ્થિતિમાં આ એક પડકાર છે. એ જ રીતે નિષાદ પક્ષે મિર્ઝાપુરની મઝવાન બેઠક પર જીત મેળવી હતી. અહીં ભાજપ અને નિષાદ પક્ષે સામાજિક સમીકરણો ઘડવા પડશે.

    વિધાનસભાની ચૂંટણી માટે પેટાચૂંટણી મહત્વની

    ભાજપના પ્રદેશ અધિકારીનું કહેવું છે કે ચૂંટણી થવામાં હજુ સમય છે. પક્ષ પાસે ચૂંટણી દ્વારા જ્ઞાતિના સમીકરણો સુધારવાની તક છે. ઉપરાંત, નારાજ અને નિષ્ક્રિય કાર્યકરોને ફરીથી સાથે લાવવાનો સમય આવી ગયો છે. જો કે, તેમનું માનવું છે કે આ બેઠકોના પરિણામોની યોગી સરકારના સ્વાસ્થ્ય પર ભલે અસર ન થાય, પરંતુ આગામી વિધાનસભા ચૂંટણી માટે માહોલ બનાવવામાં ચોક્કસપણે મદદરૂપ સાબિત થશે.

     

    UP Election Uttar Pradesh
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    ઝાયડસ હોસ્પિટલ્સે શેલામાં તેનું પ્રથમ “ફેમિલી ક્લિનિક” શરૂ કર્યું

    October 31, 2025
    અન્ય રાજ્યો

    Bihar માટે એનડીએનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરાયો

    October 31, 2025
    અન્ય રાજ્યો

    Aadhaar card ને લઈ હાઈકોર્ટનો મોટો નિર્ણય, ગણાવ્યો મૂળભૂત અધિકાર

    October 31, 2025
    અન્ય રાજ્યો

    એનડીએએ લોકસભા ચૂંટણીમાં મત ચોરી કરીને સરકાર બનાવી હતી,Rahul Gandhi

    October 30, 2025
    અન્ય રાજ્યો

    Mumbai માં એક પાગલ વ્યક્તિએ ૧૫ બાળકોને બંધક બનાવીને સનસનાટી મચાવી, કમાન્ડોએ તેની ધરપકડ કરી

    October 30, 2025
    અન્ય રાજ્યો

    બિહાર ચુંટણી બાદ નીતિશ કુમાર હવે બિહારના મુખ્યમંત્રી નહીં બને,Rabri Devi

    October 30, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    PCBએ ૨૦૨૫-૨૬ ડોમેસ્ટિક સીઝન માટે ૧૫૭ ખેલાડીઓને કોન્ટ્રાક્ટ આપ્યા

    October 31, 2025

    Smriti Mandhana અને પલાશ મુછલ ટુંક સમયમાં લગ્ન કરશે, લગ્ન ૨૦ નવેમ્બરે થવાની શક્યતા

    October 31, 2025

    મેચ વિનિંગ ઇનિંગ્સ પછી Jemimah રોડ્રિગ્સ રડી પડી અને પોતાની રણનીતિ જાહેર કરી

    October 31, 2025

    ભારતીય મહિલા ટીમની બેટ્‌સમેન Jemimah Rodriguesસોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી હતી

    October 31, 2025

    કરીનાથી લઈને સુનિલ શેટ્ટી સુધી, બધાએ ભારતીય ટીમને મહિલા ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચવા બદલ ઉજવણી કરી

    October 31, 2025

    Australia નું ગૌરવ તૂટી ગયું, ભારતીય મહિલા ટીમે સુવર્ણ અક્ષરોમાં પોતાનું નામ લખાવ્યું

    October 31, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    PCBએ ૨૦૨૫-૨૬ ડોમેસ્ટિક સીઝન માટે ૧૫૭ ખેલાડીઓને કોન્ટ્રાક્ટ આપ્યા

    October 31, 2025

    Smriti Mandhana અને પલાશ મુછલ ટુંક સમયમાં લગ્ન કરશે, લગ્ન ૨૦ નવેમ્બરે થવાની શક્યતા

    October 31, 2025

    મેચ વિનિંગ ઇનિંગ્સ પછી Jemimah રોડ્રિગ્સ રડી પડી અને પોતાની રણનીતિ જાહેર કરી

    October 31, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.