New Delhi, તા.17
લોકસભામાં ચૂંટાયા બાદ સતત સક્રિય બની રહેલા કોંગ્રેસના મહિલા સાંસદ અને ગાંધી કુટુંબના એક ચહેરા પ્રિયંકા ગાંધીએ ગઇકાલે પેલેસ્ટાઇન મુદ્દે પોતે બેગ સાથે આવ્યા બાદ આજે બાંગ્લાદેશમાં જે રીતે હિન્દુ લઘુમતિઓ પર અત્યાચાર થઇ રહ્યા છે.
તેની સાથે કોંગ્રેસ છે તે દર્શાવવા બાંગ્લાદેશ હિન્દુ અને ઇસાઇ સાથે ઉભા છીએ તે દર્શાવતી કેરીબેગ લઇને સંસદમાં આવ્યા હતા. આ અગાઉ સંસદ ભવનના પ્રાંગણમાં કોંગ્રેસના સભ્યોએ આ પ્રકારની કેરીબેગ સાથે દેખાવો કર્યા હતા.
બાદમાં પ્રિયંકા ગાંધી તે બેગ સાથે લોકસભામાં આવતા ગઇકાલે જે રીતે પેલેસ્ટાઇન સાથે એકતા પ્રદર્શિત કરી અને ભાજપની ટીકાનો ભોગ બન્યા તે પછી આજે બાંગ્લાદેશમાં હિન્દી અને ક્રિશ્ચયન લઘુમતિ માટે પોતે ઉભા છે તે દર્શાવીને ભાજપની ટીકાનો જવાબ આપી દીધો હતો.