China,તા.18
પોતાનું સ્પેસ સ્ટેશન બનાવ્યા બાદ હવે ચીને ચંદ્ર પર પોતાનું અંતરિક્ષ સ્ટેશન બનાવવાની તૈયારી કરી લીધી છે. આ ઉપરાંત અને ચંદ્ર પર માનવને મોકલવાનું પણ એલાન કર્યુ છે. ચંદ્ર પર બનનાર સ્પેસ સ્ટેશનમાં રહીને ચીનના વૈજ્ઞાનિકો અન્ય ગ્રહોના બારામાં જાણકારી મેળવશે અને જીવનની ખોજ કરશે.
ચીનના અંતરિક્ષ નિગમ સાથે જોડાયેલ અધિકારીઓએ 2024થી 2050 સુધીનો અંતરિક્ષ વિજ્ઞાન મિશન અને અંતરિક્ષ અનુસંધાન કાર્યક્રમ જાહેર કર્યો હતો. ચીન વિજ્ઞાન અકાદમી (સીએએસ)ના ઉપાધ્યક્ષ ડિંગ ચિબિયાઓએ ચીનના અંતરિક્ષ વિજ્ઞાન સાથે જોડાયેલા કાર્યક્રમોનો 2050 સુધી રોડમેપ જાહેર કર્યો છે.
તેમણે જણાવ્યું હતું કે, ચીન 2028થી 2035 સુધીમાં આંતરરાષ્ટ્રીય ચંદ્ર અનુસંધાન સ્ટેશનનું નિર્માણ કરશે. જે અંતર્ગત વૈજ્ઞાનિકો સૌર મંડળ, આકાશીય પીંડોની જીવન ક્ષમતાનો પતો મેળવશે. સૌર મંડળની ઉત્પતિ, ગ્રહો વાયુ મંડળોની ખાસિયતના બારામાં પણ માહિતી મેળવાશે. બ્રહ્માંડની ઉત્પત્તિ, ગુરૂત્વાકર્ષણની તરંગોના બારામાં જાણકારી મેળવાશે.