Rajkot,તા.8
આજે 225મી પૂજ્ય જલારામ બાપા ની જન્મ જયંતી પ્રસંગે , 25 વર્ષ થી રાજકોટમાં નીકળતી ‘જલારામ શોભાયાત્રા’ ના પાયાના પથ્થર અને જલારામ જન્મોત્સવ સમિતિના અગ્રણી પ્રવીણ કાનાબારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પત્ર પાઠવીને રાજકોટના આંતરરાષ્ટ્રીય એરપોર્ટને “જલારામ એરપોર્ટ” આપી આજની બાપાની સવાબસોમી જયંતિ ને ચરીતાર્થ કરવા એક નમ્રસુચન કરેલ છે.
કાનાબારે વધુમાં જણાવ્યું છે કે, જલાબાપા ફક્ત આપણા વિસ્તાર પૂરતા જ સીમિત નથી! બાપા તો દેશ અને દુનિયામાં પોતામાં રહેલ ‘રામભક્તિ’ ને ‘રામરોટી’ થી સુપ્રસિદ્ધ છે જ પરંતુ જલાબાપા એ આપણા ઉપર અધિક કૃપા વરસાવીને વીરપુર ગામ પ્રગટીને આપણા રાજકોટ જિલ્લાને પાવન કરેલ છે, તેથી આ નામ કરણ આપણા માટે ‘સુવર્ણ સંભારણું’ ગણાશે.