Mumbai,તા.05
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને મહારાષ્ટ્રના રાજકારણના દિગ્ગજ નેતા શરદ પવારે કહ્યું કે ચૂંટણી લડવા બાબતે મોટા સંકેત આપ્યા છે. તેમણે કહ્યું છે કે, ‘અત્યાર સુધી હું 14 વખત ચૂંટણી લડી ચૂક્યો છું, મને સત્તા નથી જોઈતી, હું માત્ર સમાજ માટે કામ કરવા ઈચ્છું છું.’
શરદ પવારે ચૂંટણી લડવા બાબતે આપ્યું મોટું નિવેદન
મહારાષ્ટ્ર ચૂંટણી પહેલા એનસીપી સપાના વડા શરદ પવારે ચૂંટણી લડવા બાબતે મોટું નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યું છે કે, ‘હું કોઈ ચૂંટણી લડવા માંગતો નથી. મારે હવે ચૂંટણી ન લડવી જોઈએ અને નવી પેઢીને આગળ આવવું જોઈએ.’
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને મહારાષ્ટ્રના રાજકારણના દિગ્ગજ નેતા શરદ પવારે વધુમાં કહ્યું કે, ‘અત્યાર સુધી હું 14 વખત ચૂંટણી લડી ચૂક્યો છું, મને સત્તા નથી જોઈતી, હું માત્ર સમાજ માટે કામ કરવા ઈચ્છું છું.’
હવે નવી પેઢીએ આગળ આવું જોઈએ: શરદ પવાર
શરદ પવારે તેમની બારામતીમાં મુલાકાત દરમિયાન કહ્યું, ‘હું સત્તામાં નથી, રાજ્યસભામાં છું. મારી પાસે હજુ દોઢ વર્ષ બાકી છે. દોઢ વર્ષ પછી મારે રાજ્યસભામાં જવું કે નહીં તે વિચારવું પડશે. પરંતુ હું લોકસભા ચૂંટણી નહીં લડું. હું કોઈ ચૂંટણી લડીશ નહીં. કેટલી ચૂંટણી લડવી? અત્યાર સુધીમાં 14 ચૂંટણીઓ થઈ છે. તમે મને એક વાર પણ ઘરે બેસાડ્યો નથી. દરેક વખતે મારી પસંદગી કરી છે. આથી હવે ક્યાંય તો રોકાવવું પડશે. મેં આ સૂત્ર પર કામ કરવાનું શરુ કરી દીધું છે. હવે નવી પેઢીએ આગળ આવું જોઈએ.’