rajkot, તા.15
ભારતીય મૂડી બજારના ઇતિહાસમાં 28000 કરોડથી વધુના સૌથી મોટા આઇપીઓ સાથે પ્રવેશેલી હ્યુન્ડાઇ મોટર્સના ઇસ્યુને આજે પ્રથમ દિવસે ખાસ પ્રતિસાદ મળ્યો નથી અને માત્ર 0.10 ટકા જ ભરણું થયું હતું. ગ્રે માર્કેટમાં પ્રીમીયમ વધુ નીચુ આવતા ઇન્વેસ્ટરોના વલણ પર મીટ માંડવામાં આવી રહી છે.
હ્યુન્ડાઇ મોટર્સ દ્વારા રૂા.1865થી 1960ના પ્રાઇઝ બેન્ડ સાથે ઓએફએસ (ઓફર ફોર સેલ) જાહેર કરાયો હતો. આજે ઇસ્યુ ખુલ્યો હતો અને અત્યાર સુધીની શંકા મુજબ જ કોઇ કેમ જણાયો નહતો. પ્રાયમરી માર્કેટના સૂત્રોએ કહ્યું કે બપોરે બે વાગ્યાની સ્થિતિએ ભરણું અંદાજીત 10 ટકાનું જ થયું હતું.
રીટેઇલ કેટેગરી ક્વોટામાં પુરી સાત લાખ અરજી પણ થઇ નહતી અને માંડ 0.10 ટકા ભરાયો હતો. સ્મોલ એચએનઆઇ (બે લાખની અરજી)માં 0.14 ટકાનું ભરણું હતું. બીગ એચએનઆઇમાં પુરી 600 અરજી પણ નહતી. જો કે, નાણાં સંસ્થાઓ તથા એચએનઆઇ શ્રેણીમાં સામાન્ય રીતે છેલ્લા દિવસે જ અરજી થતી હોય છે.
બીજી તરફ ગ્રે માર્કેટમાં કંપનીના શેરનું પ્રીમીયમ સતત ઘસાતું જ હોય તેમ સવારે એક તબકકે રૂા.20 થઇ ગયા બાદ 40 બોલાતું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પૂર્વે કંપનીના શેરનું પ્રીમીયમ 950 થી 1000 હતું. ગ્રે માર્કેટમાં પ્રીમીયમ ઘટી જતાં ઇન્વેસ્ટરોના મનમાં અનેકવિધ શંકાકુશંકા વ્યકત થવા લાગી હોવાથી અરજી કરવાનું ટાળવા લાગ્યાની ચર્ચા છે.
પ્રાયમરી માર્કેટના સૂત્રોએ કહ્યું કે, કંપનીએ 1960 સુધીનો ઉંચો ભાવ રાખ્યો હોવાથી જાણકારોમાં પણ કચવાટ છે. કારણ કેકંપનીના વેલ્યુએશન મુજબ ઇન્વેસ્ટરોને કમાણીની ખાસ તકરહેતી નથી. જો કે ભવિષ્યમાં લાંબાગાળે કંપનીનું પરફોર્મન્સ સ્ટ્રોન્ગ રહી શકે છે પરંતુ નાના ઇન્વેસ્ટરો મોટાભાગે લીસ્ટીંગ ગેઇન માટે જઅરજી કરતા હોય છે અને તેમાં રીટર્ન મળવાનું અનિશ્ર્ચિત ગણવામાં આવતું હોવાથી ઇસ્યુમાં રસ લ્યે તેવી શક્યતા ઓછી છે.