Ahmedabad, તા.૧૧
ક્રિકેટને લઇને ભારત અને ઓસ્ટ્રેલિયા જેટલા ગાઢ રીતે જોડાયેલા છે તેટલા જ બન્ને દેશના સારા સંબંધોને લઇને જોડાયેલા છે. ભારતમાંથી વર્ષ ૨૦૨૪માં લગભગ ૪.૩૦ લાખ લોકોએ ઓસ્ટ્રેલિયાની મુલાકાત લીધી છે. ભારતમાંથી લોકો અભ્યાસ, ફરવા, ધંધા અને સ્થાયી થવા માટે ઓસ્ટ્રેલિયાને ખાસ પસંદ કરી રહ્યા છે. ઓસ્ટ્રેલિયા ટુરિઝમના કન્ટ્રી મેનેજર નિશાંત કાશીકરે અમદાવાદ ખાતેની મુલાકાત દમિયાન ગુજરાતીઓે ફરવા માટે ઓસ્ટ્રેલિયાનું આમંત્રણ આપ્યું હતું.કાશીકરે જણાવ્યું હતું કે, ટુરિઝમ વિઝા માટે ઓસ્ટ્રેલિયાની પ્રોસેસ ખૂબ જ સરળ છે. તમે ઘરે બેઠા બેઠા ટુરિઝમના વિઝા મેળવી શકો છે. સાથે સાથે ઓસ્ટ્રેલિયા એવો દેશ છે, જ્યાં તમે બારેમાસ ગમે ત્યારે ફરવા જઇ શકો છો. ઓસ્ટ્રેલિયામાં ૧૦ લાખ કરતાં વધુ ભારતીયો વસવાટ કરતા હોવાથી ત્યાં વસતા સ્વજનોને મળવા અને ફરવા માટે ઓસ્ટ્રેલિયા બેસ્ટ ડેસ્ટિનેશન છે.ઓસ્ટ્રેલિયા ટુરિઝમના પ્રમોશન માટે આવેલા કાશીકરે જણાવ્યું હતું કે જેટલા લોકોએ ભારતમાંથી ઓસ્ટ્રેલિયાની મુલાકાત લીધી તેના કરતાં લગ્નો, હાલના કુંભ, નવરાત્રિ, દિવાળી અને વેકેશનમાં ઓસ્ટ્રેલિયાથી ભારતની મુલાકાત લેવાવાળા લોકોની સંખ્યા ઘણી વધારે છે. ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેના સારા સંબંધો ઉપરાંત શિક્ષણ અને વેપાર ધંધા માટે પણ ભારતીયો ઓસ્ટ્રેલિયાની પસંદગી કરી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાની કુલ વસ્તીમાંથી ૨૫ ટકા લોકો બહારથી આવેલા છે. ઓસ્ટ્રેલિયામાં ગુજરાતીઓ માઇન્સ, સાયન્સ એન્ડ ટેકનોલોજી, ફાર્મા ઇન્ડસ્ટ્રીમાં રોકાણ કરી રહ્યા છે.