106 બોટલ દારૂ, મોબાઈલ મળી રૂ.1.56 લાખના મુદ્દા માલ કબજે કર્યો
Rajkot,તા.08
શહેરના સામા કાંઠા વિસ્તારમાં આવેલા પેડક રોડ નજીક અલ્કા પાર્ક સોસાયટી શેરી નં 2 મા બી ડિવિઝન પોલીસ મથકના સ્ટાફે દરોડો પાડી 1.36 લાખના દારૂની કિંમતનો 106 બોટલ દારૂ સાથે બુટલેગરની ધરપકડ કરી છે.દારૂ અને મોબાઇલ મળી 1.56 લાખના મુદ્દા માલ કબજે કર્યો છે. પોલીસે કાયદાનું ભાન કરાવ્યું.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ શહેરમાં દારૂબંધીનો કડક અમલ કરવા પોલીસ કમિશનર બ્રિજેશ જાય આપેલી સૂચનાને પગલે બી ડિવિઝન પોલીસ મથકના પીઆઇ એસએમ જાડેજા સહિતના સ્ટાફે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું ત્યારે પેડક રોડ અલ્કા પાર્ક સોસાયટી શેરી નં 2મા હરેશભાઇ પટેલના મકાનમાં ભાડેથી રહેતા અનિલભાઈ ધમુભાઈ ગુર્જર નામનો શખ્સ વિદેશી દારૂનું વેચાણ કરતો હોવાની કોન્સ્ટેબલ વીએમ ઝાલા ને મળેલી બાતમીના આધારે સ્ટાફે મકાનમાં દરોડો પાડ્યો હતો. મકાનમાંથી અલગ અલગ બ્રાન્ડનો 106 બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પડ્યો હતો. રૂ.1,35,950ના દારૂ અને ફોન નંગ 1 રૂ. 20000 મળી કુલ 1,55,950ના મુદ્દા માલ સાથે બુટલેગરની ધરપકડ કરી પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.