Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    બોધકથા..સતસંગનો પ્રભાવ

    November 11, 2025

    અનેકતામાં એકતાનું અનુપમ ઉદાહરણ નિરંકારી સમુહ લગ્ન

    November 11, 2025

    મનુષ્યના પતન થવાનું કારણ શું?

    November 11, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • બોધકથા..સતસંગનો પ્રભાવ
    • અનેકતામાં એકતાનું અનુપમ ઉદાહરણ નિરંકારી સમુહ લગ્ન
    • મનુષ્યના પતન થવાનું કારણ શું?
    • બિહારમાં બીજા તબક્કામાં ૬૬.૪૦ ટકા મતદાન, છ લોકો બીજાના નામે મતદાન કરતા પકડાયા
    • ૨૩ વર્ષીય ભારતીય વિદ્યાર્થીનું US માં અવસાન થયું. તે નોકરી શોધી રહી હતી
    • સ્પર્ધક Mridul Tiwari ને મધ્યરાત્રિએ બિગ બોસ ૧૯ માંથી બહાર કાઢવામાં આવ્યો
    • ઓસ્ટ્રેલિયાથી પરત ફર્યા બાદ અર્શદીપ સિંહે ૩ કરોડ ખર્ચીને મર્સિડીઝ કાર ખરીદી
    • તંત્રી લેખ…આતંકનો અવાજ વધી રહ્યો છે, દેશે સતર્ક રહેવું જોઈએ.
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, November 11
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»City Bus માં 1 વર્ષમાં 1.67 કરોડ મુસાફરો ફર્યા : વધુ 100 ઇલે. બસ મંગાવશે મહાપાલિકા
    રાજકોટ

    City Bus માં 1 વર્ષમાં 1.67 કરોડ મુસાફરો ફર્યા : વધુ 100 ઇલે. બસ મંગાવશે મહાપાલિકા

    Vikram RavalBy Vikram RavalJuly 26, 2025No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot, તા. 26
    રાજકોટ શહેરમાં પર્યાવરણનું જતન કરવા અને હવામાં પ્રદુષણનું સ્તર ઘટાડવા મહાપાલિકા દ્વારા સ્થાનિક કક્ષાથી માંડીને રાજય અને કેન્દ્ર સરકારની મદદથી અનેક પ્રયાસો કરવામાં આવે છે.

    આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે થયેલા એમઓયુ પરથી પર્યાવરણ જતન માટેના નવા આયોજનો પણ કરવામાં આવ્યા છે. પરંતુ મુંબઇ અને અમદાવાદ જેવા શહેરમાં લાઇફલાઇન બનેલા શહેરી પરિવહનના ક્ષેત્રમાં પણ મહાપાલિકા વધુ અસરકારક અને ભરોસોપાત્ર સેવાના પાયા મજબુત કરે તો ન માત્ર પર્યાવરણ પરંતુ શહેરીજનોને પણ સલામતી સહિતના ફાયદા થાય તેમ છે.

    શહેરમાં સીટી બસ શરૂ થઇ, બંધ થઇ.. બાદ ફરીથી શરૂ થઇ હતી. વર્ષો પહેલા આ બસ અનિવાર્ય સેવા આપવાના હેતુથી ચાલુ થઇ હતી. પરંતુ હવે સીટી બસ એક મોટા વર્ગ માટે જરૂરીયાત બની છે.

    સીનીયર સીટીઝનોને સીટી બસના પાસ ફ્રી કરી દેવામાં આવ્યા છે. અન્ય મુસાફરોને પણ વિદ્યાર્થીઓની જેમ પાસ મળે છે, છાત્રોને તો પ0 ટકા  ડિસ્કાઉન્ટ મળે છે. મેટોડાથી માંડી બીજા છેડે ત્રંબા સુધી, રતનપર, કોઠારીયા સુધી સીટી બસના રૂટ છે. એજયુકેશન ઝોનમાં બસ સમયસર ઉપડે અને પહોંચે છે. આ બસ સેવાનું સમયપત્રક વધુ સચોટ બને અને લોકો પણ ઘરે ઘરે થઇ ગયેલા ટુ વ્હીલરનો ઉપયોગ ઘટાડે તો પ્રદુષણ અને અકસ્માતના જોખમનો પ્રશ્ર્ન દુર થાય તેમ છે.

    મ્યુનિ. કોર્પોરેશનના છેલ્લે મળેલા બોર્ડમાં અપાયેલા આંકડા મુજબ શહેરમાં ર0ર4-25ના વર્ષમાં કુલ 36પ દિવસમાં 1.63 કરોડ લોકો ટીકીટ લઇને બસમાં ફર્યા હતા. આ પૈકી એક મોટો વર્ગ તો દરરોજ સીટી અને બીઆરટીએસ બસમાં મુસાફરી કરતો હોય છે. રાજકોટ રાજપથ લીમીટેડ કંપની દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ કંપની દ્વારા શહેરી બસ સેવા અંતર્ગત કુલ 84 રૂટ પર 100 સીએનજી અને 138 ઇલેકટ્રીક મળી 338 બસનું સંચાલન કરવામાં આવે છે.

    2024-25ના વર્ષમાં સીટી બસમાં 9123129 અને બીઆરટીએસમાં 7194517  મળી કુલ 16317643 લોકોએ મુસાફરી કરી હતી. એટલે કે શહેરીજનોએ આટલી વખત ટીકીટ લઇને સીટી બસમાં અવરજવર કરી હતી. હાલ આ બંને બસ સેવાનો લાભ દૈનિક સરેરાશ 44706 લોકો લઇ રહ્યા છે.

    થોડા સમય પહેલા ઇન્દિરા સર્કલે સીટી બસે જીવલેણ અકસ્માત કર્યો હતો. આ બાદ ડ્રાઇવરોની ભરતી કડક નિયમ હેઠળ જ કરવા આદેશ આપવામાં આવ્યો હતો. આથી અડધી બસ બંધ જેવી હાલતમાં આવી ગઇ હતી. દરમ્યાન આજની તારીખે ધીમે ધીમે 238માંથી 208 બસ રોડ પર દોડવા લાગી છે. થોડી બસના રૂટ પર હજુ ડ્રાઇવર નથી આમ છતાં રાબેતા મુજબના રૂટ પર પૂરતી સંખ્યામાં ટ્રીપ હોય, લોકોની કોઇ ફરિયાદ નથી તેવું અધિકારી સુત્રો કહે છે.

    રાજકોટ શહેરનો વિસ્તાર લગભગ દર પાંચ વર્ષે વધતો આવ્યો છે. પાંચ વર્ષ અગાઉ પશ્ચિમ ઝોનના મોટા મવા,  મુંજકા, ઘંટેશ્વર સહિતના પાંચ ગામોનો કોર્પોરેશનની હદમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સીમાડાઓ સુધી તો સીટી બસ દોડે જ છે. હાલ ચોમાસુ ચાલી રહ્યું છે ત્યારે ચાલુ વરસાદમાં શહેરમાં અવરજવર માટે સૌથી સલામત વાહન સીટી બસ હોવાનું તમામ લોકો નજરે જુએ છે.

    અમદાવાદ અને મુંબઇની સીટી બસ સેવા તો લોકો માટે અનિવાર્ય બનેલી છે. આવા શહેરોમાં બસ સેવાની સફળતાના કારણો અંગે પણ મનપા અભ્યાસ કરાવે અને રાજકોટના વધુને વધુ લોકો બસમાં અવરજવર કરે તેવા પ્રયાસો કરે તે જરૂરી છે. તેનાથી ખાનગી વાહનોના પ્રદુષણનો પ્રશ્ર્ન અને ટ્રાફિકની સમસ્યા પણ હળવી થઇ શકે છે. કોર્પો.એ તો હવે ધુમાડાવાળી સીટી બસોને અલવિદા કહી દીધી છે.

    હવે માત્ર ઇલે. અને સીએનજી બસ જ ચલાવવામાં આવે છે. ભવિષ્યમાં રાજકોટના રસ્તા પર વધુ 100 ઇલેકટ્રીક બસ દોડાવવા કોર્પોરેશનનું આયોજન છે. કેન્દ્ર અને રાજય સરકારના સહયોગથી મહાપાલિકા આગામી એક વર્ષમાં શહેરમાં વધુ 100 બસ ઉતારી તેનો આંકડો અઢીસો નજીક  લઇ જવા માંગે છે. લોકો પણ પોતાના અને અન્ય ખાનગી વાહનોનો મોહ છોડી સીટી બસ તરફ વળે તો રસ્તાઓ પરનો ટ્રાફિક પણ ઘટે તેમ છે.

    સલામતી સાથે અકસ્માતથી માંડી હેલ્મેટની ઝંઝટમાંથી પણ છુટકારો મળી શકે તેમ છે. જોકે થોડા સમય પહેલા કોર્પો.ના અધિકારીઓ અને ચૂંટાયેલા લોકો સપ્તાહમાં એક વખત સીટી બસમાં આવશે તેવી જાહેરાતો કરવામાં આવી હતી. ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ સીટી બસમાં બેસે તો અન્ય કર્મચારીઓથી માંડી કોર્પોરેટરો અને કાર્યકરો પણ સીટી બસનો ઉપયોગ કરવા પ્રેરિત થાય તેમ છે. આ દિશામાં પણ ચૂંટાયેલા લોકોએ વિચારવાની જરૂર હોવાનો મત છે.

     

    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: પૂર્વ પત્નીએ દુષ્કર્મની ખોટી અરજી કરતા યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો

    November 11, 2025
    રાજકોટ

    Rajkot: ભગવતીપરામાં જ્યોતિ વાઘેલાનો ગળાફાંસો ખાઈ આપઘાત

    November 11, 2025
    રાજકોટ

    PM Janmanના અમલીકરણમાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે: પુરસ્કાર એનાયત

    November 11, 2025
    રાજકોટ

    Rajkot-Porbandar વચ્ચે બે નવી ટ્રેનો દોડશે

    November 11, 2025
    રાજકોટ

    Rajkot: ડેંગ્યુ, કમળો અને ટાઇફોઇડના 11 કેસ, રોગચાળાના 1704 દર્દી નોંધાયા

    November 11, 2025
    રાજકોટ

    Dwarka-Somnath સહિત સૌરાષ્ટ્રભરમાં એલર્ટ : હાઇવેથી દરિયા સુધી ચેકીંગ

    November 11, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    બોધકથા..સતસંગનો પ્રભાવ

    November 11, 2025

    અનેકતામાં એકતાનું અનુપમ ઉદાહરણ નિરંકારી સમુહ લગ્ન

    November 11, 2025

    મનુષ્યના પતન થવાનું કારણ શું?

    November 11, 2025

    બિહારમાં બીજા તબક્કામાં ૬૬.૪૦ ટકા મતદાન, છ લોકો બીજાના નામે મતદાન કરતા પકડાયા

    November 11, 2025

    ૨૩ વર્ષીય ભારતીય વિદ્યાર્થીનું US માં અવસાન થયું. તે નોકરી શોધી રહી હતી

    November 11, 2025

    સ્પર્ધક Mridul Tiwari ને મધ્યરાત્રિએ બિગ બોસ ૧૯ માંથી બહાર કાઢવામાં આવ્યો

    November 11, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    બોધકથા..સતસંગનો પ્રભાવ

    November 11, 2025

    અનેકતામાં એકતાનું અનુપમ ઉદાહરણ નિરંકારી સમુહ લગ્ન

    November 11, 2025

    મનુષ્યના પતન થવાનું કારણ શું?

    November 11, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.