Morbi,તા.18
રાતીદેવરી ગામે આવેલ હનુમાન મંદિર પાસે ૧૦ ઇસમોએ યુવાનને લાકડી, તલવાર અને પાઈપ સહિતના હથિયાર વડે માર મારી ઈજા પહોંચાડી હતી અને જાહેરમાં જાતી પ્રત્યે અપમાનિત કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે
વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામનો રહેવાસી ભરત ઉર્ફે કાળુ પ્રેમજીભાઈ ઉર્ફે વિપુલભાઈ વોરા (ઉ.વ.૨૪) નામના યુવાને આરોપીઓ ભગાભાઈ ઘોઘાભાઇ ભરવાડ, ભૂપત વિભાભાઇ ભરવાડ, હિતેશ કરશનભાઈ ભરવાડ, પાચા છનાભાઇ ભરવાડ, જયેશ કરશનભાઈ ભરવાડ, અનીલ છનાભાઇ ભરવાડ, મેઘા વિરજીભાઈ ભરવાડ, જીલા વિરજીભાઈ ભરવાડ, વિભા હકાભાઇ ભરવાડ અને છના ધારાભાઇ ભરવાડ રહે બધા રાતીદેવરી તા. વાંકાનેર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે
જે ફરીયાદમાં જણાવ્યું છે કે ફરિયાદી રીક્ષામાં બેસી રાતીદેવરી ગામે જતો હતો અને આરોપી ભગા ભરવાડ રસ્તામાં રીક્ષા ઉભી રાખવા જણાવતા રીક્ષા ઉભી રાખતા ફરિયાદીને તને બોવ હવા છે તું રાતીદેવરી ગામે હનુમાન મંદિર પાસે ભેરો થા તને જોઈ લવ કહીને છ આરોપીઓ હથિયાર લઈને આવી ફરિયાદીને ગાળો આપી હાથમાં રહેલ લાકડાના ધોકા વડે માર મારી તેમજ અન્ય ચાર ઇસમોએ લોખંડ પાઈપ અને તાલ્વાદ ધોકા વડે ફરિયાદીના ભાઈને માર મારી ગંભીર ઈજા કરી જાતી પ્રત્યે અપમાનિત કર્યાની ફરિયાદ નોંધાવી છે વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે