Morbiતા.08
મોરબી શહેર અને તાલુકામાં આપઘાત અને અપમૃત્યુના નવ બનાવો અને વાંકાનેર તાલુકામાં ૦૧ સહીત કુલ ૧૦ બનાવોમાં ૧૦ વ્યક્તિના મોત થયા છે પોલીસે તમામ બનાવો અંગે તપાસ ચલાવી છે
પ્રથમ બનાવમાં ત્રાજપર શેરી નં ૦૫ મયુર સોસાયટીમાં રહેતા સંદીપ પ્રવીણભાઈ સાવરીયા (ઉ.વ.૨૮) નામના યુવાન પોતના મકાને કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું બીજા બનાવમાં મોરબી તાલુકાના ચકમપર (જી.) ગામે સુનીલભાઈ લાભુભાઈ નાયકા (ઉ.વ.૧૮) નામના યુવાન મોનોકોટો દવા પી લેતા સારવાર દરમિયાન મોત થયું હતું ત્રીજા બનાવમાં મોરબીના મકનસર નજીક આવેલ નેશનલ રીફેકટરી નળિયા કારખાનામાં રહીને કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની શીવાભાઈ અંબારામભાઈ ભીલ કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું ચોથા બનાવમાં પ્રેમજીનગર મકનસર ગામે રહેતા સ્નેહાબેન શામજીભાઈ ચૌહાણ (ઉ.વ.૧૭) નામની સગીરા પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મોત નીપજ્યું હતું પાંચમાં બનાવમાં બેલા ગામની સીમમાં આવેલ ખેત તલાવડીના પાણીમાં ડૂબી જતા રાહુલ રવીન્દ્ર ભારતી (ઉ.વ.૧૭) નામના સગીરનું મોત થયું હતું છઠ્ઠા બનાવમાં લખધીરપુર રોડ પર તુલશી મિનરલ્સમાં કામ કરતા શ્રમિકનો 3 વર્ષનો પુત્ર ભુપેન્દ્ર રાહુલ પોલ રમતા રમતા ઇલેક્ટ્રિક ટીસી અડી જતા શોર્ટ લાગતા મોત થયું હતું
સાતમાં બનાવમાં જુના જાંબુડિયા નજીક ફેબુલા સિરામિકમાં માટીનો ટ્રક ખાલી કરતી વખતે મનસુખભાઈ બચુભાઈ સીતાપરા (ઉ.વ.૪૧) નામના આધેડ માટીમાં દબાઈ જતા મોત થયું હતું આઠમાં બનાવમાં મોરબીના લીલાપર કેનાલ રોડ પર ગજાનંદ પાર્ક સનરાઈઝ હાઈટ્સમાં રહેતા અંબારામભાઈ મોહનભાઈ રંગપડીયા (ઉ.વ.૭૨) નામના વૃદ્ધ છઠ્ઠા માળે કપડા સુકવાની દોરી બાંધતા હતા ત્યારે બેલેન્સ ગુમાવતા નીચે પટકાતા ગંભીર ઈજા પહોચતા મોત થયું હતું નવમાં બનાવમાં પંચાસર રોડ કામધેનું પાર્ક ઓમકાર પેલેસમાં રહેતા આદિત્યકુમાર નીતિનભાઈ શિરવી (ઉ.વ.૨૧) નામના યુવાન કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું દશમાં બનાવમાં વાંકાનેરના બોક્ળથંભા ગામે રહેતા સરોજબેન બાદરભાઈ સરાવાડિયા (ઉ.વ.૧૭) નામની સગીરાને ઝાડા ઉલટી થવા લાગતા સારવાર માટે વાંકાનેર બાદ રાજકોટ ખસેડાઈ હતી સારવારમાં સગીરાનું મોત થયું હતું તમામ બનાવો અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ ચલાવી છે