Bhavnagar, તા.15
ભાવનગર જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેએ સાત પોલીસ કર્મીઓ ને સસ્પેન્ડ કર્યા હતા. સતત બીજા દિવસે બે મહિલા પોલીસ કર્મી સહિત ત્રણને સસ્પેન્ડ કરતા પોલીસ બેડામાં ખળભરાટ સાથે ચકચાર જવા પામી છે.
ભાવનગર એસ.પી. નિતેશ પાંડેએ વધુ ત્રણ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે. જેમાં વોન્ટેડ આરોપીને ઘરમાં આશરો આપવામાં મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયા અને ઉષા જાનીને કરાયા સસ્પેન્ડ કરાયા છે.
આ ઉપરાંત દારૂના ધંધાર્થી સંબંધ રાખનાર પોલીસ કોન્સ્ટેબલ અજયસિંહ વાઘેલા ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ફરજમાં બેદરકારી અને અન્ય કારણોસર જિલ્લા પોલીસ વડાએ છેલ્લા બે દિવસમાં જ 10 પોલીસકર્મીઓ થયા ઘરભેગા કરી દઈ સપાટો બોલાવતા પોલીસ બેડામાં ભારે ચર્ચા જાગી છે

