Morbi,તા.22
મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના ઓટાળા ગામે બે દિવસ પહેલા મોડી રાત્રે ચા બનાવતી વખતે ચૂલા ની જાળમાં સાડલો અડી જતા લાગેલી આગમાં ગંભીર રીતે દાઝી ગયેલા સો વર્ષ ની મહિલા નું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.આ અંગે પ્રાપ્ત વિગત મુજબ ટંકારાના ઓટાળા ગામે એકલવાયું જીવન જીવતા શાંતાબેન શીવાભાઈ ૧૦૦, વર્ષવાળા તારીખ ૨૧/૯ના રોજ રાત્રે ૨/૩૦વાગે પોતાના ઘેર દેશી ચૂલામાં ચા બનાવતા હતા તે દરમિયાન ચૂલા ની જાળ માં સાડલો અડી જતા શાંતાબેન ના કપડા માં આગ લાગતા થયેલી રાડા રાડ માં પાડોશીઓએ તાત્કાલિક શાંતાબેન ને ૧૦૮ મારફત પ્રથમ ચોટીલા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન ગઈકાલે શાંતાબેન નું પ્રાણ પંખેરુ ઉડી ગયું હતું શાંતાબેનના પતિનું ૩૦ વર્ષ પહેલાં મૃત્યુ નીપજ્યું હતું અને સંતાનમાં બે દીકરા હોવાનું અને દીકરા બહારગામ રહેતા હોવાનું જાણવા મળ્યું છે આ અંગે ટંકારા પોલીસે તપાસ હાથ ધરી છે.