Jamnagar,તા.06
જામનગરમાં મનોદિવ્યાંગ બાળકો માટેની કાર્યરત સંસ્થા ૐ ટ્રેનિંગ સેન્ટર મનોદીવ્યાંગ બાળક માટેની તાલીમ સંસ્થા જે હમેશા મનોદીવ્યાંગો માટે કાર્ય કરતી સંસ્થા છે. જેમાં 5 વર્ષથી 65 વર્ષના મનોદિવ્યાંગો આ સંસ્થાનો લાભ લઈ રહ્યા છે .
આ સંસ્થા લોકોના સહયોગથી ચાલતી સંસ્થા છે. આ સંસ્થા હમેશા મનોદિવ્યાંગોના જીવનમાં ઉત્સાહ વધારવાની તેમજ તેમનામા રહેલી સુસૂપ્ત શક્તિઓને જગાડીને તેમને લોકો સુધી પહોંચાડવાનું કામ કરે છે.જેમા (1) યશ ભાવેશભાઈ વીછી -25 મીટરદોડ, (2)હડબૂલ અબ્દુલા શબીરભાઈ -બોસી, (3)મહેક મનસુખભાઈ સાદીયા-બોસી. (4) જય નવીનભાઈ ભોજાણી -લોંગ જમ્પ, (5)ચીરાગ ખેતીયા- 25 મીટરદોડ, (6)દક્ષ રમેશભાઈ સોલંકી-50 મીટરદોડ અને 100 મીટર દોડ,( 7) હાર્દિકકેતનભાઈ ખેરા બોસી,( 8 )મયુરી રાજેશ ભાઈ ફલીયા-400 મીટરદોડ, (9) સ્વાતી રમેશભાઈ ગોડંલીયા-100 મીટર વોક અને બોસી, (10) સીમા મુકેશભાઇ રાયઠઠા સોફટબોલ થ્રો અને (11)કોમલ જયેશભાઈ લખીયર બોસી. આ રીતે ૐ ટ્રેનીંગ સેન્ટરના મનોદિવ્યાંગો પોતે પોતાની શક્તિ અનુસાર રમીને ખુશ થશે, અને દરેક દિવ્યાંગો પોતાના સમાજનું તેમજ જામનગર જીલ્લાનું તેમજ દિવ્યાંગ માટે કામ કરતી સંસ્થા ૐ ટ્રેનીંગ સેન્ટરનુ નામ રોશન કરશે.
હાલમાં સ્પેશિયલ ખેલ મહાકુંભ હિંમતનગર ખાતે રમાઈ રહ્યો છે, તેમા ૐ ટ્રેનિંગ સેન્ટર મનોદિવ્યાંગ બાળકોની તાલીમ સંસ્થામાથી 11 મનોદિવ્યાંગો અલગ-અલગ રમતમા જીલ્લામાથી પ્રથમ નંબર પર આવ્યા છે. તે ખેલ મહાકુંભમાં ભાગ લેવા રાજયની રમતમાં જઈ રહ્યા છે .

