Tamil Naduતા.1
અત્રે કુંગમગુડી પાસે બે એસટી બસો સામસામી ટકરાતા 11 પ્રવાસીઓનાં મોત થયા છે. જયારે 54 જેટલા યાત્રીઓ ઘાયલ થયા છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે બસોનાં ફુરચા ઉડી ગયા હતા. બસમાં ફસાયેલા યાત્રીઓને બહાર કાઢવામાં પોલીસને અને સ્થાનિકોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.
અકસ્માતમાં ઘાયલ લોકોને સારવાર માટે સરકારી હોસ્પીટલમાં ખસેડાયા હતા.આ દુર્ઘટના પર મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલીને દુઃખ વ્યકત કર્યું હતું. આ દુર્ઘટના ત્યારે સર્જાઈ જયારે બન્ને બસો એક સાંકડા રસ્તા પર વિપરીત દિશાઓમાંથી આવી રહી હતી.
ત્યારે અચાનક બન્ને બસો સામસામી ટકરાઈ હતી. લોકોની ચીસો સાંભળી આસપાસનાં લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અને દરવાજા અને બારીઓ તોડીને ઘાયલોને બહાર કાઢવામાં આવ્યા હતા.
પોલીસનાં જણાવ્યા મુજબ અકસ્માતનું કારણ સ્પષ્ટ નથી. અકસ્માત ઓવર સ્પીડીંગ ઓછી દ્રશ્યતા કે ડ્રાઈવરના થાકના કારણે થયો હોવાનું અનુમાન છે.

