Morbi,તા.19
જાલીડા ગામની સીમમાં તળિયુંના તળાવ પર જુના વસુંધરા ગામે જવાના માર્ગે આવતા ગૌચરમાં બાવળની કાંટમાં રેડ કરી વાંકાનેર તાલુકા પોલીસ ટીમે ૧૪.૯૭ લાખની ઈંગ્લીશ દારૂની ૧૧૫૨ બોટલનો જથ્થો જપ્ત કરી વધુ તપાસ ચલાવી છે
વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન જાલીડા ગામની સીમમાં જુના વસુંધરા ગામ જવાના માર્ગે ગૌચરમાં બાવળની કાંટમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો છુપાવી રાખી વેચાણ કરતો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી સ્થળ પરથી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ બોટલ નંગ ૧૧૫૨ કીમત રૂ ૧૪,૯૭,૬૦૦ નો જથ્થો મળી આવતા દારૂનો જથ્થો કબજે લીધો હતો અને દારૂનો જથ્થો રાખનાર અજાણ્યો ઇસમ હાજર મળી આવ્યો ના હતો જેથી વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે