Morbi,તા.30
લાલપર ગામ નજીક આવેલ ફેકટરીમાં રહેતી ૧૨ વર્ષની સગીરાએ કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું વાંકાનેર સીટી પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના લાલપર શાહ સિરામિકમાં રહેતા સંજુબેન અમરસિંહ ડામોર (ઉ.વ.૧૨) નામની સગીરા પોતાના મકાને કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું વાંકાનેર સીટી પોલીસે મૃતદેહ પીએમ અર્થે ખસેડી આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે