Junagadh તા. ૧૪
જુનાગઢ પોલીસના જુગારના બે દરોડામાં ૧૩ મહિલાઓ જુગાર રમતા ઝડપાઈ હતી, જ્યારે ડુંગરપુર ગામે મહિલા સંચાલિત જુગારધામ માંથી ૧ મહિલા સહિત ૧૨ જુગાર રમતા પકડાયા હતા.
જુનાગઢના જોશીપરા વિસ્તારમાં આવેલા પરમ એપાર્ટમેન્ટ નજીક જાહેરમાં જુગાર રમતો હોવાનું પોલીસ પેટ્રોલિંગ દરમિયાન ધ્યાને આવતા, બી ડિવિઝન પોલીસે મંગળવારની મોડી સાંજે વિમલબેન મુકેશભાઈ વઘાસીયા, ચંદ્રિકાબેન મહેશભાઈ કપુપરા, સેજલબેન અતુલભાઇ ગજેરા, શીતલબેન તરૂણભાઇ રૂપાપરા, બીનાબેન અરવિંદભાઈ લાવડીયા, ભાવિશબેન પંકજભાઈ વઘાસીયા, દક્ષાબેન વિપુલભાઈ સાવલિયા, હેતલબેન કમલેશભાઈ ગજેરા, રીનાબેન અતુલભાઇ પટોડીયા, ઉષાબેન રમેશભાઈ વણપરિયા, ચંપાબેન મનસુખભાઈ ગજેરા અને અલ્પાબેન ઘનશ્યામભાઈ સાવલિયાને જાહેરમાં જુગાર રમતા ઝડપી લીધા હતા. અને પોલીસે પટમાંથી રૂ. ૧૭,૩૦૦ ની રોકડ કબજે કરી તમામ પકડાયેલ મહિલાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જ્યારે જુનાગઢ તાલુકા પોલીસને મળેલ બાતમીના આધારે તાલુકા પીએસઆઇ એફ.બી. ગગનીયાની ટીમે ડુંગરપુર ગામે જુગારનો અખાડો ચલાવતા સંચાલિકા હંસાબેન ભાલીયાના ઘરે દરોડો પાડતા, હંસાબેન ભાલીયા સહિતના ૧૨ ઇસમોને જુગાર રમતા પકડી લીધા હતા. અને પટમાંથી રોકડા રૂ. ૨૬,૭૮૦ તથા ૩ મોબાઇલ મળી આવતા, કુલ રૂ. ૩૭,૨૮૦ નો મુદ્દામાલ કબજે લઈ, તમામ પકડાયેલા શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.