Morbi,તા.14
ટંકારા પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરી અને લૂંટના બે અલગ અલગ ગુનામાં સંડોવાયેલ ઇસમ ૧૩ વર્ષથી નાસતો ફરતો હતો જેને પેરોલ ફર્લો સ્કવોડ/એલસીબી ટીમે મધ્યપ્રદેશ રાજ્યના અલીરાજપુર જીલ્લાથી ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ ટીમ જીલ્લામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા કાર્યરત હોય દરમિયાન ટંકારા પોલીસ મથકમાં બે ગુનામાં આરોપી કમલસિંહ થાનસિંહ અજ્નારીયા રહે મધ્યપ્રદેશ વાળો હાલ મધ્યપ્રદેશ રાજ્યના અલીરાજપુર જીલ્લા જેલ સામે હોવાની ચોક્કસ બાતમી મળતા ટીમને રવાના કરી હતી અને આરોપી કમલસિંહ થાનસિંહ અનારે/ અજ્નારીયાને ઝડપી લઈને આગળની કાર્યવાહી અર્થે ટંકારા પોલીસ મથકને સોપવામાં આવ્યો છે આરોપી બે ગુનામાં ૧૩ વર્ષથી નાસતો ફરતો હતો જેને ઝડપી લેવામાં ટીમને સફળતા મળી છે