Morbi,તા.27
રામચોક નજીક આવેલ દુકાનમાં બેસી જુગાર રમતા ૧૪ પત્તાપ્રેમીઓને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૧,૨૧,૯૦૦ ની રોકડ રકમ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન આરોપી કૃષ્ણસિંહ ઉર્ફે કાનભા નરેન્દ્રસિંહ જાડેજા રામ ચોક કે કે સ્ટીલ વાળી શેરીમાં આવેલ સિદ્ધાર્થ શોપિંગ મોલમાં બીજા માળે આવેલ માં આશાપુરા એન્ટરપ્રાઈઝ દુકાન નં ૮-9 માં બહારથી માણસો બોલાવી જુગાર અખાડો ચલાવતો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જ્યાં દુકાનમાં જુગાર રમતા કૃષ્ણસિંહ ઉર્ફે કાનભા નરેન્દ્રસિંહ જાડેજા, વિશાલ ઉર્ફે લાલો ભાલુભાઈ બાંભવા, ભવ્યરાજસિંહ ગીરીરાજસિંહ જાડેજા, યશ અરવિંદભાઈ ગૌસ્વામી, મનસુખ ડાયાભાઈ જીલરીયા, આશીફ તૈયબ અઘામ, હરેન્દ્રસિંહ ઉર્ફે રાજવીરસિંહ દિગ્વિજયસિંહ ઉર્ફે દિલીપસિંહ ઝાલા, અર્જુન ભરત ગજેરા, દિગ્વિજયસિંહ અનોપસિંહ રાઠોડ, મયુરસિંહ હરપાલસિંહ જાડેજા, સોહિલ દાઉદ સુમરા, સુરેશ દિનેશ માજુસા, રાજદીપસિંહ બલભદ્રસિંહ ઝાલા અને અલી ગુલામ ચાનીયા એમ ૧૪ ને ઝડપી લઈને રોકડ રૂ ૧,૨૧,૯૦૦ જપ્ત કરી જુગાર ધારા મુજબ કાર્યવાહી હાથ ધરી છે