Morbi,તા.04
વાંકાનેર તાલુકા પોલીસે સરતાનપર રોડ પર આવેલ કિરાણા સ્ટોરમાં રેડ કરી દારૂની ૧૪ બોટલનો મુદામાલ કબજે લીધો છે અને આરોપી હાજર મળી ન આવતા આરોપીને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરી છે
વાંકાનેર તાલુકા પોલીસ ટીમને બાતમી મળી હતી કે સરતાનપર રોડ પર આવેલ અંકિત કિરાણા સ્ટોર એન્ડ કટલેરી દુકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો રાખી ગેરકાયદે વેચાણ કરવામાં આવે છે જેથી ટીમે રેડ કરી હતી રેડ દરમિયાન આરોપી અશોકકુમાર સાધુપ્રસાદ પટેલ રહે હાલ લાલપર મૂળ બિહાર વાળો હાજર મળી આવ્યો ના હતો દુકાનમાંથી પોલીસે ઈંગ્લીશ દારૂની ૧૪ બોટલ કીમત રૂ ૧૮,૨૦૦ નો જથ્થો જપ્ત કર્યો છે આરોપી વિરુદ્ધ પોલીસ મથકમાં ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે