Barbados તા.26
વેસ્ટ ઈન્ડિઝ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બાર્બાડોસમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચના પહેલા દિવસે બોલરોનો દબદબો રહ્યો. ઓસ્ટ્રેલિયાની ટીમ 180 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. જવાબમાં વેસ્ટ ઈન્ડિઝે પણ 57 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી. જેડેન સીલ્સે 5 વિકેટ લીધી. શમર જોસેફે 4 વિકેટ લીધી. દિવસ દરમિયાન કુલ 14 વિકેટ પડી. વેસ્ટ ઈન્ડિઝ હજુ પણ ઓસ્ટ્રેલિયાથી 123 રન પાછળ છે.
વેસ્ટ ઈન્ડિઝ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ શ્રેણીની શરૂઆત રોમાંચક રહી. પ્રથમ દિવસે ફાસ્ટ બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. પરંતુ, વેસ્ટ ઈન્ડિઝના ફાસ્ટ બોલરોએ ટૂંક સમયમાં જ તેમને મુશ્કેલીમાં મુકી દીધા.
જેડેન સીલ્સ અને શમર જોસેફે શરૂઆતથી જ કડક બોલિંગ કરી. તેમણે ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોને રન બનાવવાની કોઈ તક આપી નહીં. સીલ્સે 60 રનમાં 5 વિકેટ લીધી. જોસેફે 46 રનમાં દઈ 4 વિકેટ નો ફાટકો આપ્યો.
શરૂઆતમાં, સેમ કોસ્ટાસને LBW આઉટ આપવામાં આવ્યો ન હતો. પરંતુ, વેસ્ટ ઈન્ડિઝે DRS લીધો. DRS માં નિર્ણય વેસ્ટ ઈન્ડિઝના પક્ષમાં આવ્યો. કોસ્ટાસને પાછા જવું પડ્યું. શામર જોસેફ તે જ ઓવરમાં બીજી વિકેટ મેળવી શક્યો હોત.
પરંતુ, કેમેરોન ગ્રીનનો કેચ બ્રાન્ડન કિંગે છોડી દીધો. આ પછી, રોસ્ટન ચેઝે પણ એક સરળ કેચ છોડી દીધો. આનાથી જોસેફ નિરાશ થયા. જોકે, જોસેફે ગ્રીનને સ્લિપમાં કેચ આપીને પોતાની બીજી વિકેટ લીધી.