Srinagar તા.1
અત્રે રાષ્ટ્રગાન દરમિયાન ઉભા ન થતા 15 દર્શકોની ધરપકડ કરવામાં આવી હતી. દર્શકોના પરિવારે આ મામલે બચાવ કર્યો હતો કે રાષ્ટ્રગાન દરમિયાન બેન્ડનો અવાજ ખૂબ જ ધીમો અને અસ્પષ્ટ હતો એટલે તેમને ખબર જ નહોતી પડી.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ એલજી મનોજસિંહા બપોર બાદ શ્રીનગરના ટીઆરસીમાં સિંથેટિક ટર્ફ ફૂટબોલ ગ્રાઉન્ડ પર 20માં પોલીસ શહીદ સ્મૃતિ ફૂટબોલ ટુર્નામેન્ટના ફાઈનલમાં સામેલ થવા પહોંચ્યા હતા.
પ્રોટોકોલ અનુસાર લાઈવ બેન્ડે રાષ્ટ્રગાનની ધૂન વગાડી હતી. જે દરમિયાન 15 દર્શકો ઉભા ન થતા તેમની ધરપકડ કરાઈ હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે લોકોએ પ્રોટોકોલનું પાલન ન કરતા તેમની ધરપકડ કરાઈ છે. ઘટનાની સાચી પરિસ્થિતિ જાણવા માટે તપાસ થઈ રહી છે.

