Ahmedabad,તા.૧૯
અમદાવાદમા ફરી એક ચોકાવનારી ઘટના સામે આવી છે જેમાં એક પિતાએ અભયમની મદદ માગી છે. વાત કઈક એમ હતી કે ૧૫ વર્ષની સગીરા પોતાના ભોગવિલાસને પૂરા કરવા પડોશીઓના ઘરમાંથી પૈસાની ચોરી કરતી હતી આ સગીરા પોતાના ભોગવિલાસ માટે પડોસીઓના ઘરમાથી રૂ. ૨૦૦, ૫૦૦, ઘરેણાં, ફોન વગેરેની ચોરી કરવા માટે તલપાપડ બની હતી. જ્યારે તેણે પાડોશીનો ફોન ચોર્યો ત્યારે તેના પિતા અને દાદીને સમગ્ર ઘટનાની જાણ થઈ. બંનેએ તેને સમજાવતાં તેને માર મારવા લાગ્યા અને ધમકાવવા લાગ્યા, છતાં ન માનતા કંટાળેલા પિતાએ રડતા રડતા અભયમને બોલાવી દીકરીને સમજાવી.
આ ઘટના અમદાવાદનાં પૂર્વ વિસ્તારમાં બની હતી જ્યાં દાદીના ઘરે રહેતી ૧૫ વર્ષની સગીરા દાદીની વાત સાંભળતી ન હતી અને પોતાનું કામ કરતી હતી. તે દરરોજ સાંજે ૭ વાગે મિત્રો સાથે બહાર જતી અને મોડી રાત્રે ૧૧.૩૦ વાગે ઘરે આવતી. એક દિવસ સગીરાના પિતા દાદીના ઘરે આવ્યા ત્યારે તેમની પુત્રી મોડી રાત્રે ૧૧.૩૦ વાગે ઘરે આવી અને સીમકાર્ડ વગરનો ફોન મળ્યો, જેથી સગીરાને પૂછવામાં આવતા તેને જવાબ આપ્યો ન હતો.
આ સમગ્ર ઘટનાની વધુ તપાસમાં જાણવા મળ્યું હતું કે, તે રમવાના બહાને પાડોશીના ઘરે જતી હતી અને ઘરમાંથી રોકડ અને ફોનની ચોરી કરતી હતી એટલુજ નહીં તેમના પૈસા સાથે મોજ મસ્તી કરતી હતી. જેથી પિતાએ તેને સમજાવી પરંતુ તેને કંઈ સમજવા તૈયાર ન હતી અને દાદા-દાદી સાથે મારપીટ કરતી અને ધમકીઓ આપતી હતી. જેથી પિતાએ રડતા રડતા અભયમને ફોન કરીને મદદ માંગી હતી. અભયમની ટીમે ઘટનાસ્થળે પહોંચી સગીરાનું કાઉન્સેલિંગ કર્યું અને તેને કાયદેસર રીતે સમજાવ્યું કે ચોરી એ ગુનો છે. તેમજ અભયમની ટીમે તેને લાંબા ગાળાના કાઉન્સેલિંગ માટે મનોચિકિત્સક પાસેથી સારવાર લેવાની સલાહ આપી હતી. સગીરાને હોસ્ટેલમાંથી ઘરે મોકલી દેવામાં આવી હતી કારણ કે તે સગીરાના સારા ભવિષ્ય માટે તેના પિતાએ તેને હોસ્ટેલમાં મૂકી હતી. તેને બ્રશ કરવું કે નહાવું ગમતું ન હતું. તે અઠવાડિયામાં માત્ર એક જ વાર સ્નાન કરતી હતી. લઘુશંકા માટે તેને ટોઇલેટમાં જવાનું ગમતું ન હતું, તેથી તે લઘુશંકા તેના પલંગ પર જ કરતી હતી. આથી હોસ્ટેલના લોકોએ ફરિયાદ કરીને તેને હોસ્ટેલની બહાર કાઢી મૂકી હતી. તેથી તે તેના પિતાના ઘરે પરત આવી, પરંતુ તે તેના પિતા સાથે લડતી રહી, પિતાએ સગીરાને તેની દાદીના ઘરે રહેવા અને અભ્યાસ કરવા મોકલી હતી.