Rajkot,તા.15
રાજકોટ શહેરમાં એન.જી.ઓ. ફેડરેશન આયોજીત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જીવન કવન અંગેના નાટયોત્સવ અને મલ્ટી મીડીયા મ્યુઝીકલ મેગા શોના કાર્યક્રમ રેસકોર્ષ ગ્રાઉન્ડમાં રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર, ગુજરાતના રાજકીય, સમાજીક, ઔદ્યોગીક, શૈક્ષણિક અને વિવિધ જ્ઞાતી અને સમાજના લબ્ધ પ્રતિષ્ઠિત મહાનુભાવો અને આગેવાનો સહિત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હજારો ચાહકોની ઉપસ્થિતમાં યોજાઈ ગયો.
બોલબાલા ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઈ ઉપાધ્યાય, દીકરાનું ઘરના ટ્રસ્ટી અનુપમભાઈ દોશી અને શાળા સંચાલક મંડળના પ્રમુખ અવધેશભાઈ કાનગડે નમોત્સવ અંગે જણાવતા કહયુ હતું કે,રાજકોટની ભુમિ પર કયારેય ન જોવા મળેલ અને કદાચ ભવિષ્યમાં પણ જોવા ન મળે તેવો અદ્દભુત અને જાજરમાન કાર્યક્રમનું આયોજન કરવાનું અમને શ્રૈય મળ્યુ તેનો અમને આનંદ અને ગૌરવ છે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જન્મ સ્થળ વડનગરથી લઈ દિલ્હીની રાજગાદી સુધીની સફર અને આજે સમગ્ર વિશ્વએ જેની નોંધ લેવી ફરજીયાત અને અનિવાર્ય છે તેવા મહાસત્તા તરફ મક્કમતાથી આગળ વધી રહેલા આપણાં ભારત દેશના નેતાને વૈશ્વિક નેતા તરીકે ચાહના પ્રાપ્ત થઇ રહી છે તેનું 150 થી વધુ કલાકારો દ્વારા ગીત સંગીત અને રંગબેરંગી લાઈટીંગ સાથેનો મેગા મ્યુઝીકલ શો નિહાળવા કાર્યક્રમ શરૂ થયાના એક કલાક અગાઉ પોતાનું સ્થાન અને જગ્યા મેળવી હજારોની સંખ્યામાં મોદી ચાહક રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રની જનતા ઉપસ્થિત રહી પીનડ્રોપ સાયલન્ટ અને ” ના જયઘોષ સાથે મંત્રમુધગ્ધ બની નિહાળ્યો હતો.
આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ મોદીના જન્મસ્થળ વડનગરના બાળપણની અને રેલ્વે સ્ટેશન તેમજ મોદીના માતૃશ્રી હિરાબા અને તેમના પરિવારનું અને તેમનું જીવન કવન અને સંઘર્ષ દર્શાવતા પાત્રોનો અભિનય, હાથી ઉપર બિરાજેલ ભારતીય સંવિધાન, કચ્છની લોક કલા અને કચ્છના વિકાસને વેગ આપતી કૃતિ, ઓપરેશન સિંદૂરની શૌર્ય ગાથા, વર્ણવતી કલાકારોની પ્રસ્તુતિ હજારોની સંખ્યામાં ઉપસ્થિત વિશાળ જનમેદનીને પોતાની જગ્યા ન છોડવા વિવશ અને મજબુર કરી દીધા હતા.
કાર્યક્રમમાં અંત તરફ જતાં યોજાયેલ ડ્રોન શો જેમાં 100 જેટલા ડ્રોન દ્વારા રેસકોર્ષના આકાશમાં નમોત્સવ, વંદેમાતરમ, શ્રીરામ, મોદીની મુખાકૃતિ, અયોધ્યા રામમંદિર, ભોળાનાથની કૃતિ સહિતની આકાશી આતશબાજી અને સાથો સાથ રંગબેરંગી ફટાકડાની આતશબાજીથી સજ્જ થયેલું આકાશ નિહાળી ઉપસ્થિત સૌ મહાનુભાવો અને શ્રોતાઓ મંત્રમુગ્ધ અને ભાવવિભોર બની ગયા હતા.
પ્રાસંગિક ઉદ્દબોધન અને આર્શીવચન અને આનંદની લાગણી વ્યકત કરતાં મહંત પરમાત્માનંદજીએ જણાવ્યું હતું કે નરેન્દ્રભાઈ મોદી આજે વૈશ્વિક નેતાના ફલક ઉપર બિરાજમાન છે તેનું શ્રૈય રાજકોટ શહેર અને રાજકોટની જનતાને પણ ઘણાં અંશે જાય છે. કારણકે મોદીની રાજકીય કારર્કિદીના પાયામાં રાજકોટ શહેરનું યોગદાન રહ્યુ છે. રાજકોટ શહેરને હંમેશા તેનું ગૌરવ રહેશે.
આ કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદ્દબોધન આપતાં ગુજરાત રાજયના પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રિય જળશકિત મંત્રી સી.આર.પાટીલ જણાવ્યું હતું કે આજના આ કાર્યક્રમમાં હાજર રહેવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું તે મારા માટે આનંદની ક્ષણ છે. ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત વિશાળ જનમેદની એ મોદી પ્રત્યેનું સમર્પણ અને લોકચાહનાનું જ પ્રતિબિંબ છે. રાજકોટ અને સમગ્ર ગુજરાતની જનતા હંમેશા મોદીના દરેક આહવાનને પડકારરૂપ સમજીને જીલી લે છે અને તેમનો હાથ વધુને વધુ મજબુત કરવામાં હંમેશા અગ્રેસર અને પ્રેરણારૂપ બની રહી છે.
એનજીઓ ફેડરેશન આ કાર્યક્રમ માણવા ગુજરાત રાજયના પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રિય જળશકિત મંત્રી સી.આર.પાટીલ કર્ણાટકના પૂર્વ રાજયપાલ અને ગુજરાતના પૂર્વ નાણાંમંત્રી વજુભાઈ વાળા, આર્ષવિદ્યાના મહંત પરમાત્માનંદ સરસ્વતીજી, ભારતીય જનતા પાર્ટીના લોકસભા સાંસદ પરશોતમભાઈ રૂપાલા, પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોઘરા, શહેર પ્રમુખ ડો.માધવ દવે, રાજકોટ જીલ્લા પ્રમુખઅલ્પેશભાઈ ઢોલરીયા, રાજકોટના મેયર નયનાબેન પેઢડીયા, રાજકોટ જીલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, રાજકોટના ધારાસભ્યઓ ઉદયભાઈ કાનગડ, ડો. દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા તેમજ જીલ્લામાંથી દૂલર્ભજી દેથરીયા, મહેન્દ્રભાઈ પાડલીયા, જીલ્લા પ્રભારી ધવલભાઈ દવે, રાજકોટ શહેર મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, વિરેન્દ્રસિંહ ઝાલા તેમજ રાજકોટ જીલ્લા મહામંત્રી હરેશભાઈ હેરભા, નરેન્દ્રસિંહ જાડેજા અને રવિભાઈ માકડીયા, રાજકોટ શહેર પૂર્વ પ્રમુખ મુકેશભાઈ દોશી, કમલેશભાઈ મીરાણી, સૌરાષ્ટ્ર ભાજપ પ્રવકતા રાજુભાઈ ધ્રુવ, ડેપ્યુટીમેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, દંડક નેતા મનીષભાઈ રાડીયા, શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમભાઈ પુજારા સહિત ભારતીય જનતા પાર્ટીના રાજકોટ શહેરના હોદ્દેદારો,વિવિધ મોરચાના પ્રમુખ,મહામંત્રી હોદ્દેદારો અને વિવિધ સેલના સંયોજક, સહસંયોજકોએ ઉપસ્થિત રહી વિશિષ્ટ સેવા બજાવી હતી.
આ સમગ્ર કાર્યક્રમના ઈન્ચાર્જ તરીકે રાજકોટ શહેર પૂર્વ પ્રમુખ દોશીએ તેમજ સહ ઈન્ચાર્જ તરીકે રાજકોટ શહેરના પૂર્વ મહામંત્રી કિશોરભાઈ રાઠોડે જવાબદારી નિભાવી હતી. આ ઉપરાંત કેતનભાઈ પટેલ, પુષ્કરભાઈ પટેલ,અશ્વીનભાઈ પાંભર સહિત કોર્પોરેટરઓ આ કાર્યક્રમની વ્યવસ્થામાં સહભાગી થયા હતા.
કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત સૌ મહાનુભાવોના હસ્તે દીપપ્રાગટય દ્વારા કરવામાં આવી હતી, મહેમાનોનું શાબ્દીક સ્વાગત અવધેશભાઈ કાનગડ દ્વારા અને કાર્યક્રમની આભારવિધિ અનુપમભાઈ દોશી દ્વારા કરવામાં આવી હતી અને સમગ્ર કાર્યક્રમની પ્રસ્તુતી લોકકલાકાર સાંઈરામ દવેની સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવી હતી, અને સંચાલન લજ્જાબેન દ્વારા કરવામાં આવ્યું હતું.