દરેક ડિપાર્ટમેન્ટેઓન-સ્ક્રીન અને ઓફ-સ્ક્રીન – ગોકુલધામ સોસાયટીને ભારતીય ઘરોનો પ્રિય ભાગ બનાવવામાં યોગદાન આપ્યું છે
Mumbai, તા.૩૦
ભારતીય ટેલિવિઝનનો સૌથી લાંબા સમયથી ચાલતો અને સોની સબનો સૌથી પ્રિય કૌટુંબિક મનોરંજન શો, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’એ ૧૭ પ્રતિષ્ઠિત વર્ષો અને ૪,૪૬૦થી વધુ એપિસોડ્સની સફર પુરી કરી છે. જે હાસ્ય, સંવાદિતા અને આશા ફેલાવવા માટે જાણીતો છે. નીલા ફિલ્મ પ્રોડક્શન્સના બેનર હેઠળ અસિત કુમાર મોદી દ્વારા નિર્મિત અને રચિત, આ શો ૨૦૦૮માં શરૂ થયો હતો અને ત્યારથી તે ઘણી પેઢીઓમાં ઘર-ઘરમાં જાણીતું નામ બની ગયો છે.્ર્સ્દ્ભંઝ્રની સતત સફળતા તેની કાસ્ટ, સમર્પિત ક્રૂ, પ્રતિભાશાળી લેખકો અને સ્વપ્નદ્રષ્ટા પ્રોડક્શન ટીમના સામૂહિક પ્રયત્નોનું પરિણામ છે. દરેક ડિપાર્ટમેન્ટેઓન-સ્ક્રીન અને ઓફ-સ્ક્રીન – ગોકુલધામ સોસાયટીને ભારતીય ઘરોનો પ્રિય ભાગ બનાવવામાં યોગદાન આપ્યું છે.આ શો ભારતીય સાંસ્કૃતિક મૂલ્યો પર આધારિત છે, જે હળવી અને નિર્દોષ રમુજ, સમુહનીભાવના અને અર્થપૂર્ણ વાર્તા કહીને રોજિંદા જીવનની સામાન્ય ક્ષણોને પણ અનોખી રીતે દર્શાવે છે.ભલે તે હળવી ગેરસમજણો હોય કે ઓનલાઈન છેતરપિંડી કે પડોશીઓના વિવાદો જેવા સામાજિક રીતે સંબંધિત મુદ્દાઓ હોય, આ શો સાદગી અને આશાવાદના તેના લાક્ષણિક સ્વરને જાળવી રાખે છે. ટપ્પુ સેનાની માસૂમિયતથી લઈને ગોકુલધામના વિવિધ રહેવાસીઓ – જેઠાલાલ, ભીડે, પોપટલાલ, બબીતા, ડૉ. હાથી, સોઢી, તારક મહેતા અને બીજા ઘણા બધાના વિચિત્ર સ્વભાવ સુધી – દરેક પાત્ર આ શાશ્વત ગાથાનાંતાણાવાણાને ગૂંથવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.