‘આભા’ એટલે ૧૪ ડિજિટ ધરાવતો નંબર, જે દર્દીના નામ, સરનામા, ક્યુઆર કોડને એકિકૃત કરે છે. તે ડીજી લોકરની જેમ એક પ્રકારનું ડિજિટલ હેલ્થ રેકોર્ડ કાર્ડ છે. આ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં ભાવનગરની સર ટી. હોસ્પિટલ, ભાવનગર મેડિકલ કોલેજ, મહુવા અને પાલિતાણા સ્થિત સબ ડિવિઝનલ હોસ્પિટલમાં જે આભા કાર્ડ ધારક દર્દીઓની લેબોરેટરી તપાસ થઈ હોય તેમનો ડેટા ૧૦૦ ટકા લિંક કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, ગ્રામ્ય કક્ષાએ સબ સેન્ટરમાં સગર્ભા, માતાઓ, બાળકોનું રસીકરણ કરવામાં આવે છે તે ડેટા પણ લિંક થઈ ગયો છે. ડેટા લિંક થવાથી હોસ્પિટલમાં કેસ બારી પર લાઈનમાં ઊભા રહેવામાંથી મુક્તિ મળશે. વિવિધ તપાસ રિપોર્ટની ફીઝિકલ ફાઈલ સાચવવાની અને અહીં-તહીં લઈ જવાની જરૂર નહીં રહે. ડેટા ત્રાહિત વ્યક્તિ જોઈ નહીં શકે. દર્દીના મોબાઈલમાં વન ટાઈમ પાસવર્ડ (ઓટીપી) જનરેટ થશે. તે આપશે પછી જ તબીબ તે હેલ્થ રેકોર્ડ જોઈ શકશે.
Trending
- 11 નવેમ્બર નું પંચાંગ
- 11 નવેમ્બર નું રાશિફળ
- દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક કાર બ્લાસ્ટ, 11 લોકોના મોત, ૩૦ ઘાયલ, બે શંકાસ્પદોની અટકાયત
- પીઢ એક્ટર Prem Chopra હૉસ્પિટલમાં દાખલ
- 11 નવેમ્બર, “રાષ્ટ્રીય શિક્ષણ દિવસ”
- જમીન ન હોય તો હવે ખેડૂતને કાળજી લેવાની જરૂર નથી, અપનાવો વર્ટિકલ ફાર્મિંગની નવી ટેક્નિક
- તંત્રી લેખ…ટ્રમ્પની જાહેરાત ભારત જેવી ઉભરતી શક્તિઓ માટે માથાનો દુખાવો છે
- શું બેંક ખાનગીકરણની પ્રક્રિયા ખરેખર શરૂ થઈ ગઈ છે?

