Rajkot,તા.19
રાજકોટ જિલ્લામાં ત્રણ સ્થળે જુગારના દરોડા પાડવામાં આવ્યા છે જેમાં ધોરાજી શહેરમાં , કલાણા ગામે અને શાપરમાં જિલ્લા પોલીસે જુગારના દરોડા પાડી, જુગાર રમતા ૧૮ શકુંનીને ઝડપી લઇ, જુગારના પટમાંથી રૂ . ૫૩ હજારની રોકડ કબ્જે કરે છે.પ્રાપ્ત માહિતી મુજબ ધોરાજી શહેર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બહારપુરા પાંચાપીરની વાડી પાસે રહેતો સરફરાજ ગફારભાઈ બલીમ તેના મકાનમાં જુગારધામ ચલાવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે જુગારનો દરોડો પાડી, જુગાર રમતો સરફરાજ ફોટો ગફરભાઈ બેલીમ, બોદુ હબીબભાઈ કરવા, ઇમરાન ઉર્ફે માયલો સતારભાઈ કટારીયા, ફિરોજ ઈકબાલભાઈ બેલીમ અને દાડો અબુભાઈ બાદશાહ નામના શકુનિઓને ઝડપી લઇ, જુગારના પટમાંથી રૂ. ૨૫ હજારની રોકડ કબજે કરી છે. જ્યારે ધોરાજી તાલુકો પોલીસની ટીમે કલાણા ગામે જુગાર રમતા મોસીન ફારૂકભાઈ પરમાર, અલ્ફેશ ઈબ્રાહીમ અમરેલીયા, લક્ષ્મણ ગોબરભાઈ ગોહેલ, ભાવેશ લક્ષ્મણભાઈ કરાનિયા, અજીત ઓસમાણભાઈ નાઈ અને અજય ખીમજીભાઈ વાઘોરા નામના શખ્સોને ઝડપી લઇ, રૂ.૧૨ હજાર કબ્જે કર્યા છે . જ્યારે ત્રીજો જુગારનો દરોડો શાપર પોલીસે વેરાવળમાં આવેલા ડીલકસ પાન નજીક જાહેરમાં જુગાર રમતા કિશોર જેરામભાઈ વોરા, અનિલ માધાભાઈ ડોડીયા, વિપુલ કનુભાઈ જાદવ, પ્રફુલ વાલજીભાઈ વાસુ, રાહુલ જીવણભાઈ સિંધવ, વિપુલ આલજીભાઈ ચાવડા અને કમલેશ દલપતભાઈ શેખાવા નામના શખ્સોને ઝડપી, જુગારના પટમાંથી રૂ.૧૫.૮૦૦ની રોકડ કબ્જે કરે છે.