Bhavnagar, તા.1
ભાવનગરની ખાટકીવાડ, કામળફળી ચોકમાં જાહેરમાં જુગાર રમતા 11 ઇસમોને પોલીસે રોકડ રકમ તેમજ જુગારના સાહિત્ય સાથે ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
ગંગાજળિયા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે ખાટકીવાડ, કામળફળી ચોક, રબ્બાની મસ્જિદ પાસે આવેલ સાજીદ મુસાભાઈ ચૌહાણના મકાન સામે જાહેરમાં જુગાર રમતા 11 ઈસમો તેજસ ઉર્ફે તપેલી ધનેશભાઈ મકવાણા, ઈકબાલ ઉસ્માનભાઈ માલકાણી, રાહુલ ઉર્ફે મચ્છો રમેશભાઈ સોલંકી, અશ્ર્વિન ઉર્ફે પીચ્છો અશોકભાઈ ડોસલા, અસલમ સતારભાઈ સુવાણ, મહેન્દ્ર શેષનારાયણ ગૌસ્વામી, શ્યામસુંદરસિંઘ ઉત્તમસિંઘ, અકીલ હબીબભાઈ બાવનકા, મહેબૂબ ઉર્ફે પોપટ વલીભાઈ લાખાણી, સનીકુમાર ગેનાલાલ ચૌહાણ અને હુસેન હબીબભાઈ ભાડુલાને રોકડા રૂ. 63,500/- સાથે ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે ભાવનગરના ભરતનગર વિસ્તારમાં આવેલ રહેણાંકી મકાનમાં ચાલતા જુગારધામ ઉપર ભરતનગર પોલીસે દરોડો પાડી જુગાર રમતી 6 મહિલા સહિત 7 શખ્સને રોકડ રકમ સાથે ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
ભાવનગરના ભરતનગર, વર્ધમાન કોમ્પ્લેક્સમાં આવેલ લચ્છુભાઈ સિંધીના મકાનમાં ભાડેથી રહેતો હરેશ દોલતરામ નાગદેવ પોતાના ભાડાના મકાનમાં બહારથી માણસો બોલાવી જુગારનો અખાડો ચલાવતો હોવાની મળેલી બાતમીના આધારે ભરતનગર પોલીસે દરોડો પાડી હરેશ દોલતરામ નાગદેવ, જેવંતીબેન પ્રદીપભાઈ શર્મા,રાખીબેન સુનિલભાઈ બાલાણી, અંજલીબેન ધર્મેશભાઈ ખીલાણી, લક્ષ્મીબેન ભરતભાઈ વાલેચા, ગંગાબેન સુરેશભાઈ અડવાણી અને રેશ્માબેન ભરતભાઈ શિવનાણીને રોકડા રૂ.17,350/- સાથે ઝડપી લઇ તમામ વિરુદ્ધ જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.