Junagadh તા.26
અંબાજી મંદિરના મહંત બનવા બ્રહ્મલીન તનસુખગીરી પરિવારના 4 સભ્યોએ દાવેદારી નોંધાવી છે. તો બીજી તરફ હરિગીરી, ઈન્દ્રભારથી, મહેન્દ્રાનંદના શિષ્યોનો અંબાજીના મહંત બનવાનો પણ દાવો કરતા હવે તા.18મીએ જીલ્લા કલેકટર નિર્ણય લેશે.
અંબાજી ભીડ ભંજનના મહંત ટ્રસ્ટી બનવા માટે 18ના ફોર્મ રજી. થયા છે જેમાં હરીગીરી, ઈન્દ્રભારથી, મહેન્દ્રાનંદગીરીના શિષ્યો મહેશગીરી બુધ્ધગીરી, ઋષિભારથી તથા તનસુખગીરી બ્રહ્મલીનના પરિવારજનોનો પણ સમાવેશ થાય છે. કોને મહંત બનાવાશે તેનો કલેકટર દ્વારા નિર્ણય લેવાશે.
તનસુખગીરીના નિધન બાદ નવા મહંત માટે મોટો વિવાદ છેડાયો છે, તનસુખગીરીએ પોતે કોઈ અનુગામી તરીકેની સતાવાર નિયુકિત નથી કરી જેથી વિવાદ શરૂ થવા પામ્યો છે.
જયારે તનસુખગીરીના પાર્થીવ દેહને સમાધી પણ અપાઈ ન હતી ત્યારે સાધુ-સંતો- મહંતો વચ્ચે બબાલ થવા પામી હતી. જેમાં હરીગીરીના જુથ દ્વારા પ્રેમગીરીની ખોટી ચાદર વિધી થવા પામી હતી. જેમાં તનસુખગીરીના અંગત સ્વજનોએ હોબાળો કરતા સરકારે તાત્કાલિક અંબાજી મંદિરમાં વહીવટદાર મામલતદારની નિયુકિત કરી દીધી હતી. પ્રાંત અધિકારીને મામલતદાર દાવેદારનું લીસ્ટ મોકલશે જરૂરત પડયે હીયરીંગ બાદ કલેકટર મહંત તરીકેનો નિર્ણય લેશે.
દાવેદારોની યાદી
જગતગુરૂ વિરભદ્રાનંદગીરી ગુરૂ દત્તાત્રેય
મહામંડલેશ્વર સ્વામી ઋષિભારતીજી
ધવલગીરી નરેન્દ્રગીરી ગૌસ્વામી
મલયગીરી તરૂણગીરી ગૌસ્વામી
કુંદનગીરી અરજણગીરી અપારનાથી
કાન્તિગીરી અરજણગીરી અપારનાથી
મહંત મહેશગીરી ગુરૂ અમૃતગીરીજી
અરવિંદભારથી ગુરૂ ઈન્દ્રભારથી
કૈલાશનંદગીરી ગુરૂ મહેન્દ્રાનંદગીરી
રાજેન્દ્રગીરી ગુરૂ મહેન્દ્રાનંદગીરી
સાધ્વી મનિષાનંદગીરી મહેન્દ્રાનંદગીરી
દુષ્યંતગીરી કરણગીરી અપારનાથી
થાનાપતિ બુધ્ધગીરી ગુરૂ બચુગીરી
મહાદેવનંદગીરી ગુરૂ હરીગીરી
નાના પીરબાવા મહંત હેમાન્સુગીરી ગુરૂ ગણપતગીરી
તેજશ રસીકભાઈ ભારથી
હર્ષગીરી નરેન્દ્રગીરી અપારનાથી
હિરેન બટુકભાઈ મહેતા