Jamnagar,તા.01
જામનગર જિલ્લામાંથી એક પીડિત મહિલા એ 181 અભયમ માં કોલ કરીને મદદ માંગેલ તથા જણાવેલ કે હું છેલ્લા છ મહિનાથી મારા પિયરમાં છું, મને મારા સાસરી પક્ષ માંથી કોઈ પણ બોલાવતું નથી તથા મારા ફોન ના પણ જવાબ નથી આપતા અને મારે ત્રણ વર્ષનો દીકરો પણ મારી પાસે થી લઈ લીધેલ છે, મારે મારી સાસરી માં પાછું જવું છે પરંતુ મને જતા ડર લાગે છે કે મને અપનાવશે કે નહીં? મને રાખશે કે નહીં? તેથી મેં 181 માં કોલ કરી સાસરીયા પક્ષ ને સમજાવવા માટે મદદ માંગેલ.
પીડિતા નો કોલ આવતાની સાથે 181 ટીમ કાઉન્સિલર રૂપલબેન મકવાણા, કોન્સ્ટેબલ તારાબેન તથા પાયલોટ સુરજીત સિંહ સ્થળ પર પોહચેલ અને પીડિત મહિલા નું કાઉન્સેલિંગ કરીને પીડિતાની સમસ્યા જાણેલ હોય ત્યારે અને જણાવેલ કે અમારા લગ્નજીવન ને પાંચ વર્ષ થયા છે,અને મારે ત્રણ વર્ષનો દીકરો પણ છે, છેલ્લા એક વર્ષથી મારા પતિ સાથે સારા સંબંધ રહ્યા નથી મારા પતિ છેલ્લા એક વર્ષથી મને માનસિક અને શારીરિક ત્રાસ આપે છે, મને મારો ફોન પણ વાપરવા દેતા નથી વહેમ રાખે છે તથા અપશબ્દ બોલે છે. મારો દીકરો પણ મને આપતા નથી અને રોજ રોજ ના ત્રાસથી હું છેલ્લા 6 માસ થી પિયર માં છું. મારા સાસરીયા પક્ષ એ મને ઘર ની બહાર કાઢી મૂકી હતી માટે.આથી 181 ટીમે પીડિતા ના પતિ તથા પીડિતાના સાસરીયા પક્ષ સાથે વાતચીત કરી સમજાવવા હોય તથા બંને પક્ષને યોગ્ય સલાહ,સૂચન અને માર્ગદર્શન આપી ને મહિલા સાથે સારું વર્તન કરવા જણાવેલ કુશળ કાઉન્સિલિંગ કરેલ અને પીડિત મહિલાના પતિ ને કાયદાકીય માહિતી આપેલ તેમજ પોતના પુત્ર ના ભવિષ્ય માટે માતા પિતા બંને સુખી લગ્નજીવન જીવવાની સલાહ આપી હતી. પીડિતા ના પતિ અને પીડિતા એ એકબીજાને માફ કરવા જણાવેલ હતું પરિવાર અને પુત્ર સાથે રહી સુખી લગ્નજીવન જીવવાની સલાહ આપવામાં આવી હતી.
પીડિત મહિલા ના પતિ એ પોતાની ભૂલ સ્વીકારી હતી તથા ભવિષ્ય માં મહિલા પર શારીરિક કે માનસિક ત્રાસ નહીં આપવાની તેમજ અપશબ્દ નહીં બોલે એ બાંહેધરી આપી અને પીડિત મહિલા પતિ સાથે રહેવા માંગતી હોય અને પીડિત મહિલા ના પતિ પણ પીડિતા ને રાખવા માંગતા હોવાથી મહિલાને હસતા ચેહરા સાથે રાજી ખુશીથી પતિ પત્ની વચ્ચે સુખદ સમાધાન કરાવી અને તૂટતા પરિવાર બચાવ્યા હતા અને 181 ની ટીમ એ મહિલા ને તેમના પરિવાર ને સ્થળ પર સુ:ખદ સમાધાન કરાવેલ છે.