Morbi,તા.04
સામાકાંઠે આવેલ ઇન્દિરાનગર વિસ્તારમાં પોલીસે બે સ્થળે અલગ અલગ રેડ કરી હતી જેમાં દારૂની ૧૯ બોટલ સાથે એક આરોપીને ઝડપી લીધો છે એક મહિલા આરોપીનું નામ ખુલ્યું છે
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે ઇન્દિરાનગર અબાસની દુકાન સામે રેડ કરી હતી જ્યાં આરોપી મનસુખ હનાભાઈ ચાવડાને દારૂની ૧૨ બોટલ કીમત રૂ ૧૬,૮૦૦ ના મુદામાલ સાથે ઝડપી લીધો હતો બીજી રેડ ઇન્દિરાનગર ભક્તિનગર સોસાયટીના નાકે કરી હતી જ્યાં દારૂની ૦૭ બોટલ કીમત રૂ ૩૬૧૨ નો જથ્થો જપ્ત કર્યો છે અને મહિલા આરોપી કવિતાબેન ઉર્ફે કૈલાશબેન કિરણભાઈ ચાવડા વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી શિવપાર્ક સોસાયટીના મકાનમાંથી દારૂના જથ્થા સાથે મહિલા આરોપી ઝડપાઈ
પીપળી ગામની સીમમાં આવેલ શિવપાર્ક સોસાયટીના રહેણાંકમાં રેડ કરી પોલીસે દારૂની ૪૪ બોટલ સાથે મહિલા આરોપીને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન પીપળી ગામની સીમમાં શિવપાર્ક સોસાયટી ૦૨ માં રહેતા આરોપી ભારતીબેન અમિતભાઈ ગોહિલના મકાનમાં દારૂ રાખી વેચાણ કરતા હોવાની બાતમીને આધારે રેડ કરી હતી જ્યાં આરોપીના ભાડાના મકાનના રૂમમાં અલગ અલગ બ્રાન્ડની દારૂની બોટલ નંગ ૪૪ કીમત રૂ ૪૯,૪૦૦ નો મુદામાલ કબજે લઈને મહિલા આરોપી ભારતીબેન ગોહિલને ઝડપી લીધી હતી