આ બનાવની જાણવા મળતી વિગત મુજબ ધોલેરા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન બાતમી મળી હતી કે,ધોલેરા ગામમા રહેતો સંજયસિંહ નાગદેવસિંહ ચુડાસમા વિદેશી દારૂનુ વેંચાણ કરવા કરે છે. અને હાલ સંજયસિંહ નાગદેવસિંહ ચુડાસમા કાળા કલરનું એક્ટિવા નં. જીજે-૩૮-એએ-૦૦૭૦ લઈને ધોલેરા-રાહતળાવ રોડ ઉપર આવેલી જુની મામલતદાર કચેરી ખાતે રાઘવેન્દ્રસિંહ અનિરૂધ્ધ સિંહ ચુડાસમા (રહે.ભડીયાદ તા.ધોલેરા )ને વિદેશી દારુની બોટલો વેંચાણ અર્થે આપવા આવવાનો છે. જે હકિકત આધારે ધોલેરા-રાહતળાવ રોડ ઉપર આવેલી જુની મામલતદાર કચેરી પાસે વોચ ગોઠવી ત્યારે ઉપરોક્ત બન્ને ઈસમો એકટીવા અને મોટરસાયકલ પર આવી વિદેશી દારૂની આપ લે કરતા પોલીસે કોર્ડન કરી બન્ને શખ્સને ઝડપી લીધા હતા .અને ડિકીમાંથી વિદેશી દારૂની બોટલ મળી આવતા પોલીસે સંજયસિંહની પૂછપરછ કરતા પોતાના ઘરે દારૂનો જથ્થો રાખ્યો હોવાની કબૂલાત કરતાં ધોલેરા પોલીસે સંજયસિંહના ઘરે તલાશી લેતા મકાનના પાછળના ભાગે આવેલી ગેલેરી માંથી વિદેશી દારૂની બોટલ અને ટીન મળી કુલ ૮૯ રૂ.૮૦,૦૩૬ મળી આવતા પોલીસે બન્ને શખ્સને વિદેશી દારૂ,એકટીવા,બાઈક, મોબાઈલ મળી કુલ રૂ.૧,૩૦,૦૩૬ ના મુદામાલ સાથે ધરપકડ કરી તેના વિરૂધ્ધ ધોલેરા પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Trending
- Junagadh: કોંગ્રેસ દ્વારા વોર્ડ નં. ૧ થી ૧૫ ના વોર્ડ પ્રમુખો માટે સેન્સ લેવાશે
- ખાડા ગઢ Junagadh માં ભાજપના ચિન્હ કમળના ચિત્રને ઊંધું રાખી નવતર વિરોધ કરાયો
- Ardoi નો ઉપસરપંચ છું તમારે મને પૂછ્યા વગર તાસ કાઢો છો તેમ કહી બે યુવકને માર માર્યા
- Jasdan નજીક ગાંજા ના જથ્થા સાથે નામચીન જશવંત સદાદિયા ઝડપાયો
- Dhoraji નજીક યુવકનું ડમ્પરની ઠોકરે કાળનો કોળિયો
- Keshod ના અગતરાઈ ગામેં છૂટાછેડાના 10 લાખ માંગી ધમકી અપાતા યુવકનો આપઘાત
- Rajkot: ESI કોર્ટનો 50% ડેમેજીસ ભરવાનો હુકમ મંજૂર
- Rajkot: કેવલમ ક્વાર્ટરમાં જુગાર રમતા સાત પત્તા પ્રેમી ઝડપાયા