સાયબર ફ્રોડમાં ગયેલી રૂ.2.47 લાખની રોકડ લીગલ પ્રોસેસ પૂર્ણ કરી અરજદારોને પરત કરાઈ
Rajkot,તા.01
રાજકોટ એ ડિવિઝન પોલીસ મથકના સ્ટાફે અલગ અલગ ગુનામાં કુલ 20 અરજદાર અને ફરિયાદીએ ગુમાવેલ કુલ રૂપિયા 1.47 કરોડનો મુદામાલ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત અરજદાર અને ફરિયાદીને પરત અપાવ્યો હતો.
જેમાં સાયબર ફ્રોડનો ભોગ બનેલા 6 અરજદારો/ફરિયાદીને 2.74 લાખ અને અન્ય ગુનાઓમાં 14 અરજદાર/ફરિયાદીને 1.44 કરોડ સહિત કુલ 20 અરજદાર/ ફરિયાદીઓને 1,47,71,531 નો મુદ્દામાલ પરત અપાવ્યો હતો. જેમાં વાહન, વસ્તુ સોનાના દાગીના સહિતનાનો સમાવેશ થાય છે. સાયબર ક્રાઇમનો ભોગ બનનાર ફરિયાદી અને અરજદારોને કુલ રૂપિયા 70.36 લાખની રકમ પરત અપાવી હતી અને પોલીસ દ્વારા વધુ એક વખત પ્રજાજોગ સંદેશમાં નાગરિકોને સાયબર ફ્રોડથી બચવા માટે સાવચેતી રાખવા અજાણી લિંક પર ક્લિક ન કરવા સહિતના સૂચનો આપવામાં આવ્યા છે.