લોકોએ તેને રામાયણમાં વર્ણિત રામસેતૂના પથ્થર સાથે જોડીને જોઈ રહ્યા છે અને તેની પૂજા અર્ચના શરુ કરી
Ghazipur, તા.૧૯
ઉત્તર પ્રદેશના ગાજીપુર જિલ્લામાં ગંગા નદીના દદરી ઘાટ પર ૧૮ જૂલાઈના રોજ એક અનોખી ઘટનાએ સૌનું ધ્યાન ખેંચ્યું. શ્રાવણના મહિનામાં ગંગામાં એક વિશાળ પથ્થર તરતો દેખાયો. જેનો વજન લગભગ ૨૦૦થી ૩૦૦ કિલોગ્રામ હોવાનું કહેવાય છે. આ પથ્થરને જોઈ સ્થાનિક લોકોને પણ નવાઈ લાગી હતી.
કારણ કે આટલો ભારે પથ્થર ડૂબવાની જગ્યાએ પાણીમાં તરી રહ્યો હતો. લોકોએ તેને રામાયણમાં વર્ણિત રામસેતૂના પથ્થર સાથે જોડીને જોઈ રહ્યા છે અને તરત તેની પૂજા અર્ચના શરુ કરી દીધી. ધૂપ, અગરબત્તી અને ફુલોથી આ પથ્થરની આરતી ઉતારવા લાગ્યા. પથ્થરને જોઈ શ્રદ્ધાળુઓની ભીડ દદરી ઘાટ પર એકઠી થવા લાગી.
ગાજીપુરના દદરી ઘાટ પર સવારના સમયે સ્થાનિક લોકોએ ગંગાની લહેરોમાં એક મોટો પથ્થર તરતો જોયો. અમુક તરવૈયા અને નાવિકો તેને ખેંચીને કિનારા પર લઈ આવ્યા, પણ નવાઈની વાત એ હતી કે આટલો ભારે પથ્થર પાણીમાં ડૂબતો નહોતો. સ્થાનિક લોકો તેને રામસેતૂનો પથ્થર માની લીધો, કેમ કે હિન્દુ પૌરાણિક કથાઓમાં રામાયણ અનુસાર, ભગવાન રામની વાનર સેનાએ નલ અને નીલના નેતૃત્વમાં રામના નામ લખેલા પથ્થરથી સમુદ્રમાં પુલ બનાવ્યો હતો. જે પાણીમાં તરતો હતો. આ વિશ્વાસે લોકોમાં આસ્થા જગાડી અને તેમણે પથ્થરને ઘાટ પર સ્થાપિત કરી પૂજા શરુ કરી દીધી. અમુક લોકોએ તેને દોરડા વડે બાંધી રાખ્યો, જેથી તે આગળ નીકળી ન જાય.
સ્થાનિક લોકોએ આ પથ્થરને એક ચમત્કાર માને છે. જેને તે ભગવાન રામના આર્શીવાદ માની રહ્યા છે. કેટલાય શ્રદ્ધાળુઓએ તેને રામસેતૂનો ભાગ ગણાવ્યો, જેવું રામાયણમાં લખેલું છે. જો કે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી આ ઘટનાની વ્યાખ્યા અલગ છે. ભૂવૈજ્ઞાનિકોના અનુસાર, આવા તરતા પથ્થર મોટા ભાગે પ્યૂમિસ અથવા કોરલથી બનેલા હોય છે. પ્યૂમિસ એક હળવો, છિદ્રયુક્ત જ્વાળામુખીય પથ્થર છે, જે પોતાના ઓછી ઘનત્વના કારણે પાણી પર તરી શકે છે. આવી જ રીતે કોરલ સંરચનાઓ પણ હળવી અને હવાથી ભરેલી હોય છે, જે તેને તરવામાં મદદ કરે છે.
ગંગાની આજુબાજુના વિસ્તારમાં આવી પ્રાકૃતિક સંરચનાઓ મળવી સામાન્ય વાત છે. ખાસ કરીને પૂર દરમ્યાન જ્યારે નદીનું જળસ્તર વધે છે. ૨૦૦૭માં ભારતીય ભૂવૈજ્ઞાનિક સર્વેના એક રિપોર્ટમાં રામસેતૂને ચૂનાનો પથ્થર, કોરલ અને રેતાળ પથ્થરની પરતોથી બનાવેલો ગણાવ્યો હતો. જે પ્રાકૃતિક રીતે બનેલી સંરચના હોઈ શકે છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.