New Delhi,તા.04
નાના ગામોથી માંડીને મહાનગરો-મેટ્રો શહેરોના વધુને વધુ લોકો સાયબર ફ્રોડનો શિકાર બની રહ્યા છે. ત્યારે એન્ફોર્સમેન્ટ ડીરેકટોરેટ (ઈડી)ના જ દસ્તાવેજમાં એવો અંદાજ મુકવામાં આવ્યો છે કે 2024 માં ભારતીયોએ સાયબર ફ્રોડના 36.4 લાખ કેસોમાં 22800 કરોડ રૂપિયા ગુમાવ્યા હતા જે આગલા વર્ષની સરખામણીએ ઘણા વધુ હતા.
2023 માં સાયબર ફ્રોડમાં લોકોએ 7465 કરોડ ગુમાવ્યા હતા. તેની સરખામણીએ 206 ટકાનો વધારો હતો. 2023 માં સાયબર ફ્રોડના કુલ કેસ 24.4 લાખ હતા. તેમાં પણ 50 ટકાનો વધારો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે રોકાણમાં તગડા વળતરની લાલચ, ઈનામી લીંક, ડીજીટલ એરેસ્ટ સહિતની અનેકવિધ રીતે સાયબર ફ્રોડ આચરવામાં આવે છે.સામાન્ય લોકોથી માંડીને અધિકારીઓ-ઉદ્યોગપતિ દરજજાનાં લોકો પણ શિકાર બની જાય છે.