Morbi,તા.26
તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ceir પોર્ટલના ઉપયોગથી મોરબીમાંથી અરજદારોના ખોવાયેલ ૪.૫૪ લાખની કિમતના ૨૩ મોબાઈલ અને ચીલઝડપમાં ગયેલ ૧ લાખથી વધુની કિમતનો સોનાનો ચેન શોધી કાઢી એ ડીવીઝન પોલીસે અરજદારોને પરત સોપ્યા છે
મોરબી એ ડીવીઝન પોલીસ ટીમે અરજદારોના ખોવાયેલા/ચોરાયેલા મોબાઈલ અને ચીલઝડપ ચોરીમાં ગયેલ સોનાનો ચેઈન શોધી કાઢવા સર્વેલન્સ સ્ટાફ ટીમે CEIR પોર્ટલનો ઉપયોગ કરી એન્ટ્રી કરી સતત મોનીટરીંગ રાખી ટેકનીકલ વર્ક આઉટ કરતા કુલ ૨૩ મોબાઈલ કીમત રૂ ૪,૫૪,૯૦૮ અને ચીલઝડપ ચોરીમાં ગયેલ સોનાનો ચેઈન કીમત રૂ ૧,૦૫,૦૦૦ અને એક અરજદારનો ખોવાયેલ ચેઈન કીમત રૂ ૧ લાખ શોધી કાઢી અને એક બાઈક કીમત રૂ ૪૦ હજારનું શોધી મૂળ માલિકને પરત સોપવામાં આવ્યું હતું કુલ રૂ ૬,૯૯,૯૦૮ ની કિમતનો મુદામાલ શોધી કાઢી અરજદારોને પરત આપી પોલીસ પ્રજાની મિત્ર છે ઉક્તિને એ ડીવીઝન પોલીસે સાર્થક કરી છે