Junagadh તા. ૧૯
જુનાગઢ જિલ્લામાં આર્થિક સંકળામણને કારણે પિતાએ પોતાના ૨૫ વર્ષીય પુત્રને પછી મોટરસાયકલ લઈશું તેવું કહેતા પુત્રને લાગી આવતા ગળાફાંસો ખાય જિંદગીનો અંત આણતા સમગ્ર ભેસાણ પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી છે, તો મરણ જનારના પરિવારજનો ઘેરા દુઃખમાં ડૂબ્યા છે.
આજના યુવકોની જીદ અને ક્યારેક વગર વિચાર્યા ભરી લેતા પગલાના કારણે પોતે તો જિંદગી ખોઈ બેસે છે, પરંતુ પાછળનો પરિવાર દુઃખી દુઃખી થઈ જતો હોય છે. આવી જ એક ઘટના જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ખંભાળિયા ગામેથી સામે આવી છે. જેમાં પુત્રને મોટર સયકલ લેવી હતી ત્યારે પિતાએ હાલ આપણી પાસે પૈસાની સગવડ નથી, પછી લઇ લેશુ” એવી ઘરની આર્થિક સંકળામણના કારણે પુત્રને કહેતા અને યુવાન સંતાને પરિવારની પરિસ્થિતિ ન સમજી અવિચારી આપઘાતી પગલું ભરી લેતા સમગ્ર ભેસાણ પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી છે.
પોલીસ માંથી પ્રાપ્ત વિગતો મુજબ, ભેસાણ તાલુકાના ખંભાળીયા ગામે રહેતા ૨૮ વર્ષીય યુવક અજયભાઇ ચંદુભાઇ સોલંકીને નવુ મોટરસાઇકલ લેવુ હોય, જેથી તેના પિતાજીએ કહેલ કે, “હાલ આપણી પાસે પૈસાની સગવડ નથી, પછી લઇ લેશુ” તેમ વાત કરતા અજયને લાગી આવતા પોતે પોતાની મેળે ગળાફાંસો ખાઇ લેતા મરણ ગયા હતા.
પોલીસને આ આત્મહત્યાની જાણ થતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, અને કાર્યવાહી હાથ ધરી હતી તે સાથે યુવકના આપઘાત માંમલે પોલીસ દ્વારા તપાસ ચલાવાય રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.